લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૧૭
મસ્તાની
 

હજી નથી થયું. બાજીરાવ દિલ્હીનો ડગમગતો રાજમુકુટ પૂનાને ચરણે ધરી શિવાજી મહારાજનું પિતૃશ્રાદ્ધ કરશે !

( પ્રતિહાર પ્રવેશ કરે છે )

પ્રતિહાર : મહારાજ ! કોઈ સવાર મળવા માગે છે.

બાજીરાવ : આવવા દે!

( પુરુષ વેષમાં મસ્તાની પ્રવેશ કરે છે)

મસ્તાની : સેવક મસ્તાનખાન મરાઠી રાજ્યના સિતારા પાસે સ્વામીભક્તિ દર્શાવવાની તક માગે છે.

બાજીરાવ : તમે ક્યાં હતા ?

મસ્તાની : નિઝામ સરકાર પાસે. એ છોડ્યું. આજે આપનું શરણ ઇચ્છું છું.

બાજીરાવ : કારણ ?

મસ્તાની : રાજમંત્ર ગુપ્તમાં હોય એ સ્વામીને ક્યાં ખબર નથી ? ષટકર્ણમંત્ર એ વ્યર્થ રાજ્યનીતિ છે.

[ બાજીરાવ ઊભો થઈ એકાંતમાં જાય છે;
પાછળ મસ્તાની જાય છે. ]

મસ્તાની : શું હોય ! બીજું શું હોય ? આજે બાજીરાવનો ઇતિહાસ બદલાવવો છે.

[ એક પછી એક પુરુષવેષ કાઢી નાખે છે. એમાંથી એનો કૃષ્ણ કેશકલાપ બહાર પડે છે. બાજીરાવ જોઈ રહે છે. મસ્તાનીનું લલિત સૌન્દર્ય ચોમેર પ્રકાશી રહે છે. ]

મસ્તાની : નિઝામના જનાનાની રહેનારી મસ્તાની આજે વીર બાજીરાવ પાસે ભિક્ષા માગે છે !

બાજીરાવ : પણ તમે કોણ ?