સ્નેહ પણ સ્પર્શ ન કરી શકે એટલો બધો એ રસવિહીન છે ? અરે ! દેહ તો સ્નેહના સ્પર્શથી વર્ણાંતર પામે છે. જન્મથી શુદ્ધ મછીકન્યાનો પારાશર સાથેનો પ્રસંગ, ઓ અદ્ભુત બ્રાહ્મણ, તને યાદ છે ? દેહ જ્યારે સ્નેહના ખરા તાપમાં તપે છે, ત્યારે આત્મા વિકાસક્રમમાં આગળ વધે છે. પછી દેહ રૂપાંતર પામે છે ! સ્નેહના બલથી રૂપાંતર પામેલી હું પણ બ્રાહ્મણકન્યા છું ! પછી શું ? અરે, માત્ર આ નામ ન હોય ! તું જોઈ શકશે કે સ્નેહનો તાપ શુદ્ધ રજપૂત અને બ્રાહ્મણકન્યા જેટલો જ દિવ્ય છે ! વીર પુરુષ ! તેં કહ્યું હું યવન છું, ત્યારે તો બાજીરાવને સમશેરનું જ જીવન છે ? અદ્ભુત જીવન નથી ? બાજીરાવનું રસજીવન શું આટલું સંકુચિત છે ?
બાજીરાવ : બાજીરાવની સમશેર એના બ્રાહ્મણપદના અભિમાન રૂપે છે. મારું રસજીવન એ આત્માના અનંત સંસ્કારમાં સાધનરૂપ છે; અનંત સંસ્કારને ફેરવવા માટે નહિ. રસજીવન એ મારા આત્માનો વૈભવ છે; આત્માને જ ફેરવનાર કોઈ સ્થિતિ નથી.
મસ્તાની : અને રે ! આ આત્મામાં જ દૃઢ છાપરૂપે રહે એવી મસ્તાનીની રસકથા બાજીરાવના અનંત સંસ્કારને ફેરવશે ! અરે, રસસવૈભવ એ પણ આત્માની જ સુંદરતા છે ! આ રસજીવન એ આત્માની જ કલા છે ! એ કલામાં—એ સૌન્દર્યમાં તમામ ભેદ નાશ પામે છે ! નહિ કે એ ભેદ આવશ્યક નથી, પણ મેનકા અને વિશ્વામિત્રની ભૂલ ભારતવર્ષના ધર્મપિતાની મા થવા યોગ્ય મનાઈ છે ! અસાધારણ મનુષ્યની સુંદર ભૂલ એટલે શકુન્તલા નહિ ? બાજીરાવ આવી