ભૂલ ન કરે ? સુંદર ભૂલ કરવી, એ પણ જીવનની એક કલા છે !
બાજીરાવ : તારા શબ્દ લલચાવનારા છે; એથી વધારે લલચાવનારું તારું સ્વરૂપ છે ! પણ રે મસ્તાની ! બાજીરાવ જીવનમાં ભૂલ કરે એવો ઇતિહાસ તો મરાઠા રાજ્યનું કલંક થાય ! અને પૂનાનો પેશ્વા કલંકરૂપે ઇતિહાસમાં જીવવા કરતાં તો અજાણ્યા રૂપે મરવાનું વધારે પસંદ કરે !
મસ્તાની : રે, પ્રિય બાજીરાવ ! મારું યૌવન તને લલચાવે તો એ મસ્તાનીનો વેશ્યા તરીકેનો વિજય છે; અને પેશ્વાની અધમ પુરુષ જેવી હાર છે ! પણ તને લલચાવનાર સંબંધ, ઓ પ્રિય, તું ન કળે તેવો આપણા આત્માના બંધનનો છે ! તને જોતાં, ન સમજી શકાય તેટલો ઇતિહાસ ખુલ્લો થાય છે; ન વાંચી શકાય એટલા ભાવ જન્મે છે; ન કળી શકાય એટલી લાગણી થાય છે ! બાજીરાવ મસ્તાનીને નહિ સ્વીકારે તો મસ્તાનીની કબર પર ફૂલ વેરશે, જીવતાં ન સ્વીકારી તેને મરતાં પૂજશે; જીવતાં ન જોઈ તેને મરતાં રડશે ! બાજીરાવ સમજશે કે અટક પાસે ઊડનાર ભગવા ઝૂંડામાં મસ્તાનીના ભરતકામની જરૂર હતી !
બાજીરાવ : ઓ ! બાજીરાવ મસ્તાનીને ઓળખે છે, સમજે છે, પૂજે છે; પણ એના સ્પર્શથી ધ્રૂજે છે !
મસ્તાની : કારણકે હંમેશાં સ્નેહના સ્પર્શની ધ્રૂજારીથી જ હૃદય વ્યક્ત થાય છે; હૃદય પછી આત્મા આવે છે. એ ધ્રૂજારી બ્રાહ્મણત્વના અભિમાનની ન હોય !
બાજીરાવ : તો પણ બાજીરાવનો નિશ્ચય અડગ છે!
મસ્તાની : તો રે, એ પ્રિયતમ ! તારા કોકણના