છે. મળી ત્યારે મારા આનંદનો પાર ન હતો. ભિખારીને ખબર નહિ, પણ એમાં એક અણમોલ રત્ન જડેલું હતું. આ રહ્યું એ રત્ન!’
ગોવિંદરામે હથેળીમાં રત્ન ધરી રાખ્યું. લાલ હિંગળોક રંગનું એ માણેક હતું. એનો ઝગઝગાટ મોહ પમાડે તેવો હતો, પણ કોણ જાણે કેમ, જાણે કે એ રત્નને બદલે શોણિતનું બિન્દુ હોય એવું ભયાનક લાગતું હતું !
‘આ લાગે છે રત્ન, પણ છે માનવહૃદયના છેલ્લામાં છેલ્લા નિઃશ્વાસનું રુધિરભીનું આંસુ. ચિત્રનો ઇતિહાસ મને ખબર નથી. કોઈને ખબર નથી. પણ આ રત્ન મેળવ્યા પછી એક અઠવાડિયામાં મેં પ્રાણથી પણ વહાલો એવો મારો એકનો એક છોકરો ગુમાવ્યો હતો!’
હું મોટેથી ખડખડાટ હસી પડ્યો : ‘અરે ! ગોવિંદરામ ! તમારો આ વહેમી સ્વભાવ જ એ રત્નને રુધિરબિન્દુ બનાવે છે. બાકી એ બિચારું તો જે છે તે છે.’
ગોવિંદરામે ડોકું ધુણાવ્યું : ‘ના, ના, એમ નથી. હજી સાંભળો તો ખરા. બરાબર એક અઠવાડિયા પછી પેલો ભિખારી મારી નજરે ચડ્યો. એ વખતે એના મોં ઉપર પ્રસન્નતા હતી. હૃદયમાં ઊંડો સંતોષ હતો. જાણે કોઈ મોટો ભાર ફેંકી દીધો હોય એવી નિશ્ચિંતતા હતી. એણે મને કહ્યું : ‘સાહેબ ! પેલી ‘ફ્રેઈમ’માં એક મોંઘામૂલું રત્ન આવ્યું છે?’
‘તારે જોતું હોય તો લઈ જા!’ મેં કહ્યું.
સાંભળતાં વેંત એ તો ઊભો જ થઈ ગયો. ‘મારે ? મેં આટલા વર્ષ એને સેવ્યું છે. જ્યાં જ્યાં એ ગયું છે