લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સારંગી છેડી!
૧૩૫
 

દરકાર ન હતી; જિંદગીની પણ પરવા ન હતી.

ત્રણ દિવસ થયા, અને પેલી સ્ત્રી તદ્દન સ્વસ્થ થઈ ગઈ. આવાડિયું થયું. તેના ચહેરા પર ગુલાબી રંગની આછી છાયા આવવા માંડી.

પણ આટલા દિવસોમાં તો પ્રતાપમલ્લને નવા જીવનની ઝાંખી થઈ ગઈ. અત્યાર સુધી એ જ્યાં અન્યાય દેખે ત્યાં જાણે કે પોતાનું કર્તવ્ય હોય તેમ કૂદી પડતો. હવે એને લાગ્યું કે એના કરતાં પણ વધારે મોટું કામ તે પીડિતોને માટે આરામસ્થાન સરજાવવામાં રહ્યું છે. એને આ સ્ત્રીએ સેવાનો નવો રસમાર્ગ બતાવ્યો હતો ! એ કર્જિયાળો પંથ ભૂલવા માગતો હતો.

એણે આજે પહેલી જ વખત અચાનક એ સ્ત્રીને પૂછ્યું: ‘ તમારું નામ? ’

‘ યમુના ! ’

‘ હેં ! ત્યારે તો પંડિત રમાનાથ...’

‘ મારા પિતા; પણ તમે એને ક્યાંથી ઓળખો ? ’

‘ પણ તમે અહીં ક્યાંથી ? તમે તો ત્યાં દરબારગઢ...’ એમ પ્રતાપમલ્લ બોલી શક્યો નહિ. એની જાતમાહિતી પ્રમાણે તો એ ત્યાં હોવી જોઈએ.

યમુનાએ નીચું જોઈને કહ્યું: ‘ હું ત્યાં જ હતી. મારું જીવન તો ભાઈ ! હરાઈ ગયું છે. પણ ત્યાંથી હું ગમે તેમ નાસી છૂટી. એ નાસી છૂટવાની શંકા અલી જમાદારના છોકરા ઉપર પડી. એટલે એનું ખૂન થયું ! ’

‘ હા ! ત્યારે તો જે ખૂન મારે ખાતે ચડે છે તે! આહા ! કેવી આ રમત ગોઠવાઈ ગઈ છે !’ પ્રતાપમલ્લ