લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૩૮
સારંગી છેડી!
 

સાહસિક જીવનનું આ સંગીતમય રૂપાંતર હતું. તે પોતાની શાંત ઝૂંપડીમાં આનંદથી દિવસો પસાર કરી રહ્યો હતો. અને એ શાંત ફેરફાર લાવનાર પંડિત વેરે ભર્યો હતો!

પંડિતના જ્ઞાની સ્વભાવમાં એક અજ્ઞાનનું વાદળ રહી ગયું હતું. એને હવે યમુનાનું વેર લેવું હતું. યમુનાને હરી, બ્રાહ્મણપદમાંથી ભ્રષ્ટ કરનાર પર પંડિતનો શત્રુભાવ વૃદ્ધિ પામતો ગયો. જે એના ખરો દુશ્મન હતો એની જ સહાયથી એ પ્રતાપને શોધવા નીકળ્યો. ખેતરમાં નિરાંતે ઝાડની શીળી છાયા નીચે પ્રતાપને એમણે બેઠેલો જોયો. અલીએ ખુલ્લો હુમલો ન કરતાં અચાનક રાત્રે હૂમલો કરવાનો નિશ્ચય કર્યો. પંડિતે એને અનુમોદન આપ્યું.

રાત પડી. શાંત નિર્મળ ચંદ્ર સુંદર વાતાવરણને મધુર બનાવતો હતો. પ્રતાપ અને યમુના સ્વચ્છ ફળિયામાં બેઠાં હતાં. અલી જમાદાર અને પંડિત પાછળથી આવ્યા. પંડિતે નિશાન તાક્યું. એક ધડાકો થયો. અને એ સાથે જ અલી પણ ફળિયામાં કૂદ્યો.

પણ પંડિત બીજું નિશાન તાકે તે પહેલાં અલીના હાથમાંની તલવાર ખેંચાઈ ગઈ હતી. એ જોઈને પંડિતના ધ્રૂજતા હાથમાંથી બંદૂક પડી ગઈ ! ધડાકો સાંભળી ખેડૂતો દોડી આવ્યા હતા. પંડિત ને અલી તેમના હાથમાં કેદ હતા. પ્રતાપ ફળિયામાં પાછો આવ્યો. હવે જ એને ખબર પડી કે પિતાની બંદૂકના ઘાથી તો યમુના નીચે પડી છે !

પ્રતાપે યમુનાને પથારીમાં મૂકી. પંડિત નજીક આવ્યો. પ્રતાપે તેને છૂટો કર્યો. યમુનાએ દીવાની આછી રોશનીમાં પિતાનું કરચલીયુક્ત વૃદ્ધ વદન પારખ્યું ! તેણે હાથ