સારંગી છોડી! જોડ્યા અને તેને પાસે આવવા દેવા પ્રતાપને કહ્યું. ‘ પિતાજી! આ કામમાં તમે ? ’ યમુનાએ બહુ જ ધીમેથી કહ્યું. ‘ માટી ! યમુના ! પ્રતાપને પૂરી શિક્ષા થઈ પડી ! ’ પંડિતે જુસ્સામાં આવી કહ્યું: ‘ ન થઈ, વચ્ચે તું, તું ભેંગ પ્રતાપ ભડક્યો: ‘ મને શિક્ષા ? શું કરવા ? ’ ‘ શાની શિક્ષા ? યમુના બોલો. ’ ‘ તને છેતરવાની—તને હરી લાવવાની. ’ ‘ બાપુ ! મને હરનાર તો અલીનો પુત્ર હતો, પ્રતાપ નહિ. રાજાની ખરાબ દૃષ્ટિમાંથી બચાવવા હું નાસી છૂટી અને તો માર્યો ગયો. પ્રતાપે તો મને કોલેરામાંથી બચાવી હતી. ’ ‘ હું ! ’ પંડિત સ્તબ્ધ થઈ ગયો: ‘ એ યમુનાને શોધવા નીકળ્યો ત્યારે તો પોતાની કલાથી દુશ્મનને રીઝવી એને પાછી મેળવવાની વાત એના મનમાં હતી. એ તો એ ચૂકો- અને એ ક્યાં જાતો પડ્યો ? ’ એ મનમાં વિચારી રહ્યો: ‘ શા માટે એણે વ્રતભંગ કર્યો ? શા માટે સારંગીને અવિશ્વાસ કર્યો? શા માટે આ પંથ લીધો ? ’ તેણે હવે પ્રતાપ સામે જોયું. પણ યમુના આરે જતી હતી ! કોનો વાંક ? પોતાનો ? કુદરતનો ? તે કે વ્રતભંગનો ? ૧૯૨૨