‘ અને પછી—? એની જુવાનીની ચોકી કરવા કોણ તમે બેસવાના છો? કે હું ? આપણા ઘરમાં પણ જુવાન છોકરો છે. લોકની આંખે ને જીભે એ ઠેકાણે મારે ચડવું નથી ! એક વખત લોકની જીભે વાત ચડી તો પછી થઈ રહ્યું ! મારે એવું કરવું નથી ! ’
હમણાં જ પોતે નીચે પરસાળમાં ડોકિયું કર્યું ત્યારે બાબુભાઈની રેશમડી સાથે વાત કરવાની રીત કાંઈ ગુલાબ વહુને સારી ઢંગવાળી લાગી. ન હતી. પણ અત્યારે એ વાતનો એણે જાણી જોઈને ઉલ્લેખ ન કર્યો. કઈ વાતનો ઉલ્લેખ કરવો, કઈ વાતનો કેટલો ઉલ્લેખ કરવો એ વિષયની પોતાની નિપુણતામાં એમને આત્મવિશ્વાસ પણ એવો દૃઢ હતો કે, એમાં એ કોઈનું સાંભળવા તૈયાર પણ ન હતાં. કિશોરીલાલને એ ખબર હતી, એટલે અત્યારે એણે વાત અટકાવી દીધી. એટલામાં તો બાબુભાઈ નીચેથી ઉપર આવી રહ્યો હતો.
ત્રણ દિવસમાં તે એ નાનકડું ચાર માણસનું અને ચાર માળનું મકાન વિવિધ વિચારધારાથી ધ્રૂજી ગયું. રેશમડી તો ખેમાજીનું નામ પડતાં વ્યગ્ર બની જતી હતી, એ તો ઠીક, પણ ઘરમાં એક મહાન વિગ્રહ આવી રહ્યો હતો.
કિશોરીલાલને થતું કે રેશમડી ભલે ત્યારે આંહીં જ રહી જતી—બાબુભાઈને પસંદ હોય તો. ગુલાબ વહુ તો એ સાંભળીને એક ઘડીભર અવાક્ જેવી બની ગઈ. પછી એણે ઉતાવળી વેદનાભરેલી વાણીમાં