‘ તમે જોયો છે? ’
‘ તમે તે દિવસે મોકલ્યો હતો ચા લઈને. એ ? ’
‘ હા.
'ત્યારે એ લખમણજી તો રોંચા જેવો છે? ’
‘ એ તે એની નાતમાં હોય એમાંથી શોધવાનું ! ભગવાને વરા પૂરવથા કરી મૂક્યા છે, એમાં હું પણ શું કરું ને તમે પણ શું કરો? ’
‘ પણ મેં કહ્યું—આપણા બાબુને તે રેશમડીને મનમેળ છે—તમને એ નાખી દેવા જેવું લાગે છે ? ’
‘ જુઓ, તમે વાત કરો છો આંહીં મારી પાસે તો ભલે, પણ બીજે બોલશો તો કોઈ તમને કંગી કરશે, ને બીજું કાંઈ નહિ, મૂર્ખ ગણશે ! તમે તો કઈ દુનિયામાં રહો છો ? ’
‘ એનું નામ ફેરવી નાખશું. મંજુલા પાડીશું ! અને આપણે કયાં બીજાં કરવાની ગરજ પડે ? ’
‘ કરો તમતમારાં લગન—હું તો આ ચાલી—અલી રેશમડી ! ’
નીચેથી તંદુરસ્તી ભર્યો મધુર ટહુકા જેવો અવાજ આવ્યો: ‘ હં બા! આ આવી— ’
થોડી વારમાં રેશમડી આવીને ઊભી રહી. કિશોરીલાલ તેની સામે જોઈ રહ્યા.
આવી સુંદર, હરેક કામમાં પ્રવીણ થયેલી, સંસ્કારી ગઈ એવી તરુણીને, ગમે તેના હાથમાં હવે સોંપી દેવામાં, પોતે વિશ્વાસઘાતનું મહાપાતક કરતા હોય એમ તેને જણાયું.
પણ ગુલાબવહુની સામે થઈને આ વાત કરવી એ