લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગુલાબ વહુ !
૧૪૭
 

અશક્ય હતું. એટલે ત્યાર પછીના દિવસોમાં પિતા અને પુત્ર અંતર રેશમડીના નવા જીવનપ્રયાણની રચનાને મૂંગી વેદનાથી જોતા જ રહ્યા.

થોડા વખતમાં તો ગુલાબ વહુએ લખમણજી સાથે વિવાહ પણ ગોઠવી કાઢ્યો.

જ્યારે લગ્નની વિધિ પૂરી ગઈ, અને રેશમડી છેલ્લી વિદાય લેવા કિશોરીલાલ પાસે આવી, ત્યારે આ સંસ્કારી, સુંદર તેજસ્વી, ઘરરખુ રમણીને પોતે અન્યાય આપ્યો છે એ ભાનથી કિશોરીલાલનું હૃદય દ્રવી ગયું. પગમાં પડતી નિર્દોષ બાળાને એ છલકતી આંખે નિહાળી ઊભો એમણે એના હાથમાં એક સો રૂપિયાની થેલી આપતાં કહ્યું: ‘ બેન ! કોઈ વખત તારે જરૂર પડે એ માટે આટલું તને આપું છું તે સાચવજે. અને તારે કાળી રાતે કામ પડે તો આ ઘરમાં આવતાં સંકોચ રાખવો નહિ. આંહીં તારું ખરું પિયર સમજી લેજે. લે હવે જા, બેટા ! સૌ નીચે તારી રાહ જોતા બેઠા. તારો વર પણ સારો લાગે છે. કાંઈ દુઃખ હોય તો લખજે હા—જરાય સંકોચાતી નહિ—હવે જા— ’ રેશમડી પોતાની નોકર હતી, એ કિશોરીલાલ જાણે સમવેદનામાં ભૂલી ગયા હોય તેમ, અને પોતાની દીકરીને સંબોધન કરતા હોય તેમ બોલી રહ્યા હતા. રેશમડીએ જવા માટે પગ ઉપાડ્યો અને એ છલકાતી આંખે એમને જોઈ રહી.

એમના હૃદય ઉપર મોટો ભાર પડ્યો હતો.

રેશમડીને એમણે જવા દીધી ને કાંઈ ન કરી શક્યા કારણકે એમને માત્ર ત્રણ જ જણાનો સંસાર—પોતે, ગુલાબ વહુ અને બાબુભાઈ—એ સંસાર રેશમડીના આગમનથી