લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૫૨
ગુલાબ વહુ !
 

⁠ગુલાબવહુ તો હાંફળાં ફાંફળાં ઉપર દોડ્યાં: દાદરામાં જ એમની કુળવધૂ ઊભી હતી —પણ એના સામે જરાક નજર પડી ન પડી તે એ તરત અકળામણમાં આવી ગયાં, ‘હાય રે! આ રાંડ એ જ—આ રહી ! ’ એ મનમાં ને મનમાં બબડતાં ઉપર દોડ્યાં.

⁠ઉપરથી કિશોરીલાલ, ગભરાટમાં ને ગભરાટમાં કોટનાં બટન જેવાં તેવાં ભીડીને, એની સામે જ આવતા મળ્યા તે ગુલાબવહુ સામે જોઈ રહ્યા: ‘શું છે ? તમે કેમ ગભરાઓ છો? મેં બધું સાંભળ્યું છે !’

⁠‘પણ આ રાંડ–ફોટામાં હતી એ જ મરી છે!’ એટલામાં તો એમની કુળવધૂનો જ જવાબ સંભળાયો: ‘આ ! હાંવે, એ તો એ જ હું છું. પણ બોલતાં નહિ હવે—મારો પીટ્યો મને મારતો’તો !’

⁠‘પણ રાંડની...!’ ગુલાબવહુએ દાંત કચકચાવીને ધીમા અવાજે એની ઉધડી લીધી: ‘ આ તારા બાપ... ’

⁠‘એમ બીતાં નહિ બા! આવું તો મારે આ પાંચમી વખત થયું છે. આપણા ભોંયરામાંથી નીચે માર્ગ નીકળે છે કે નહિ?’

⁠‘હા, હા,’ કિશોરીલાલે એકદમ એ વિચાર પકડી પાડ્યો. એમની કુળવધૂ—અત્યારે એમને તારણહાર લાગી.

⁠‘તો જરાક મને બતાવી દ્યો—!’ તેણે નાક ઉપર આંગળી મૂકીને ગુલાબ બોલવા જતી હતી તેને બંધ કરી: ‘બોલ્યાં તો મર્યાં. બા! મને ઈશારતથી બતાવી દો—’

⁠ગુલાબ પોતાની કુળવધૂને જરાક રસ્તો બતાવીને પાછી આવી, ત્યાં કિશોરીલાલ કોટનાં બટન સરખાં કરીને જરાક