લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




મારા પોતાને માટે

⁠ગરીબ બિચારો નવલકથાકાર !

⁠આંબાના કૂમળા પાન જેવું પ્રભાત આનંદભર્યા જોમમાં ખીલતું હતું; નદીના કિનારા ઉપર હાલતાં છૈયા જોતો એ એક ભેખડ પર શાંત બેઠો હતો. નીચે પાણીમાં માછલાં રમી રહ્યાં હતાં. ઉપર પક્ષીઓ કલરવ કરી ઊડતાં હતાં.

⁠પણ આજે એ વિચારમય ગ્લાનિમાં હતો. રસ્તા ઉપર છેટેથી મજૂરો આવી રહ્યા હતા. જીવનના આનંદમાં અને જોમમાં, હર્ષભર્યા વેગમાં અને અજ્ઞાનભર્યા સુખમાં. મજૂરો એક પછી એક એની પાસેથી પસાર થઈ ગયા.

⁠‘રાધવ ! એ રાધવ ! —’ એક આધેડવયની સ્ત્રીએ સૌથી આગળ દોડવા જતા જુવાનને ઘણે દૂર જઈને કહ્યું; રાધવ આગળ દોડતા અટક્યો: ‘કેમ શું છે?’

⁠‘આ કોણ છે?’ પેલી સ્ત્રીએ ધીમેથી પૂછ્યું હતું. પણ તેના કાને એ સ્વર પકડી લીધો. ‘જાનુમા કહેતા’તાં એ–’ રાધવે બહુ જ ધીમે કહ્યું, શું કહ્યું : તે સમજાયું નહિ. પણ પેલી સ્ત્રી આશ્ચર્ય બતાવતી મોઢેથી બોલી: ‘ફટકેલ? ગાંડો ?’