લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારા પોતાને માટે
૧૫૭
 

દટાઈ ગઈ ને એ પાછો હતો તેવો એકલો થઈ ગયો. કેટલાક માણસો મૈત્રી ત્વરિત રીતે કરે છે અને ત્વરિરત રીતે તજે છે. કેટલાક એ કરી શકતા નથી. કરે છે તો તજી શકતા નથી. અમરનાથ બીજા પ્રકારનો માણસ હતો. જ્યારે મિત્રો ગયા ત્યારે એ પાછો એકલો થઈ રહ્યો. નહીં, એનું કોઈ ઘર, દરેક પથ્થર જૂનો દોસ્ત: હાલતા છૈયા એ બોલતાં મનુષ્યો ! ચાલતાં પાણી એ એનો સમાજ ! વૃક્ષની તેજછાયા એ એનો સંસાર !

બહુ બહુ તો એ કયારેક ગામમાં ફરે. પણ સામાન્ય રીતે કાલ્પનિક સૃષ્ટિની મીઠાશ એ જ એનો ખોરાક. ઘણી વખત વિચારમાં કે વેગમાં, વખતો વખત કલ્પનામાં કે નિજ આનંદમાં, અને કયારેક જીવન-મૃત્યુ વિષેના આધ્યાત્મિક કોયડા ઉકેલવામાં, આવી મનોદશામાં જ્યારે જુઓ ત્યારે એ નદી ઉપર ચિંતન કરતો બેઠો હાય ! આળસુ ! માછલાંને મમરા કે ડાળીઆ નાખવામાં એ પ્રભાત ગાળતો. મગફળી નાંખીને એ સાંજ પસાર કરી દેતો.

જાણે કે એ એકધારું આળસુ જીવન જીવતો હતો, પણ કોઈ વખત એ એક ક્ષણમાં એટલું જીવી લેતો કે ન પૂછો વાત ! પણ આવી ક્ષણના આગમનની કે કારણોની એને કાંઈ ખબર ન હતી ! મોડી સાંજે તો એ ઘણુંખરું પોતાની અસ્વચ્છ ફળીમાં, અનેક ગેરવ્યવસ્થા વચ્ચે, વ્યવસ્થિત બનીને બેસતો. એક બાજુ સૂકાઈ જતા છોડ ને ફૂટેલ કુંડાં હોય, બીજી બાજુ જૂનાં લુગડાં ને ફાટેલાં પગરખાં હોય, અસ્તવ્યસ્ત હાલતમાં ઘોડાંક પુસ્તકો પડ્યાં હોય.