લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૫૮
મારા પોતાને માટે
 

એનું આ જીવન હતું.

એક વખત એ પ્રમાણે એ બેઠો હતો. એના ઘરનું બારણું ઉઘડ્યું. એક દેખાવડા જુવાને અમરનાથના ઘરમાં પ્રવેશ કર્યો. હમેશ મુજબ અનેક રંગી સંધ્યા ઉપર નજર ફેરવતો એ ત્યાં બેઠો હતો. ફળીમાં પીપરનાં પાન ખરીને મોટો ઢગલો થયો હતો.

જુવાન આગળ આવ્યો.

'કેમ રંગનાથ?

'દુનિયા ઝૂકતી હય, ઝુકાનેવાલા ચાહીએ - બીજું શું?' રંગનાથને મંગળાચરણમાં આ વાક્ય બોલવાની ટેવ હતી.

'હું! શું છે? શાની વાત તું કરે છે?'

"અત્યારે ગજબની પ્રવૃત્તિ ચાલી રહી છે, અમરનાથ! આ તક છે પકડવાની. નહિતર ખૂણામાં પડ્યા એ પડ્યા!'

'દુનિયા જેને પ્રવૃત્તિ માને છે, એ પ્રવૃત્તિ એને પાછી તો હઠાવતી નહિ હોય?'

'દુનિયા? અમરનાથ! જ્યાં સુધી આપણે 'અહં' નહિં ગાળીએ ત્યાં સુધી આપણાથી કોઈ પણ કામ નહિં ચાલે. હજારો માણસો પ્રવૃત્તિમાં રાચી રહ્યા છે. આપણે તો હજી ઘણું જાણવાનું બાકી છે. તેં દુનિયા જોઈ છે જ ક્યાં?"

"દુનિયા? દુનિયામાં કાંઈ હમણાં દેવો વસે છે? આપણી અંદરથી એક દુનિયા આપણે ઊભી કરવાની છે. એ જો! આપણી દુનિયા સાચી હોય તો જ પછી દુનિયાની પ્રવૃત્તિનો હેતુ સાર્થક થાય, નહિંતર એ ધમાલ તમને જ હણે!'

'કિશોરીલાલનું છેલ્લું નૉવેલ તેં વાચ્યું? 'નયનામૃત'!'