લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારા પોતાને માટે
૧૬૧
 

મનોદશા? લખવું એમાં મનોદશાનું શું કામ? ભાવનાશાળી મૂર્ખ કહેવાય છે તે આનું નામ!’

નવલકથાકાર કાંઈ બોલ્યા વિના ત્યાંથી રંગનાથની સાથે આગળ વધ્યો, એને પોતાને વિષે થયેલા ઉપહાસે જરાક મંદગતિ કર્યો હતો. થાડે દૂર તેઓ ગયા, એક હોટેલના પગથિઆ પાસે પાનવાળો ઊભો હતો. એની પાસે ત્રણ-ચાર જુવાનો ઊભા હતા. પોતાની પુરાણી રીત પ્રમાણે એક દાતણના કૂચાથી પાનવાળો પાન ઉપર પાન ચોપડતો હતો. મોઢેથી કંઈક ગણગણતો હતો. ઘરાક સાથે આંખની ઇશારતથી વાત થાય, તો તે બોલતો નહિ, એટલો એ પોતાના કામમાં તલ્લીન હતો. પણ પેલા જુવાનો એ જોઈ તો અંદર અંદર હસતા હતા!

અમરનાથ ત્યાંથી નીકળ્યો. તેને કાને પેલા જુવાનોની વાતના શબ્દો પડ્યા. ‘અરે, પણ આ તદ્દન જ ગોટો છે! નિબંધ હોય તેમ જ્યાં ત્યાં પોતાના જ વિચાર ખોસ્યા છે!— ‘most original and therefore most absurd!’’

'‘The most original man is the most indebted man, says Emerson.’ બીજો બોલ્યો.

‘હા પણ, તો એવા લેખક, પછી નવલકથાકાર મટી જાય છે!’

અમરનાથ ને રંગનાથ આ વખતે ત્યાંથી પસાર થતાં ક્ષણભર અટક્યા.

પેલા જુવાનોની વાત હજી ચાલતી હતી. દેખીતી રીતે જ એમાં પોતા વિષે ટીકા હતી.