ઓછો પડઘો હતો. અને તેથી એ ધીમે ધીમે એકલો થતો ગયો.
કેટલાક માણસો માટે એકલતા જીવન બને છે, બીજા ઘણા માટે એ આપઘાત છે. અમરનાથ માટે એ જીવનરૂપ થઈ રહી. પણ તેથી એ પોતાની અપકીર્તિના, અપ્રિય બન્યાના, ચોગમ ખડકાયેલાં ખડકો વચ્ચે એકલો બેઠો હોય એવું થઈ રહ્યું!
એના સહવાસમાં મિત્રોને અભિમાનની ગંધ આવી!
એના વ્યવહારમાં મિત્રોને અવિવેક લાગ્યો.
એના એળખીતાઓએ મશ્કરી થાય તેવી સાદી ને સીધી સાદાઈ એનામાં દેખી.
અમરનાથ બધા સહવાસથી કપાઈને જુદો પડ્યો. એની કૃતિમાં કલાના દોષ છે, એટલે હૃદયની સચ્ચાઈ પણ એમાં ડૂબે છે એમ ટીકાકારોએ કહ્યું. આ પ્રમાણે અપ્રિય બનેલો, નિષ્ફળ ગયેલો, છતાં ગેરસમજના ખડકો નીચેથી, ભવિષ્યની આશા તરફ આતુર મીંટ માંડતો, એ એકલો પડી ગયો. એક દિવસ આ પ્રમાણે એ પોતાના રહેઠાણમાં હતો, એટલામાં એનું બારણું ધીમેથી ઊઘડ્યું. એક માણસ આવ્યો. તે દિવસે એના ’રાજશેખર' વિષે આકરી ટીકા કરનાર તરીકે એણે એને ઓળખ્યો. એની સાથે એક ફિક્કા મોંવાળો, નિસ્તેજ આંખવાળો ને ’હુંશ' વિનાનો કોઈક વેપારી જેવો હતો.
’આવો! તમે ક્યાંથી?‘
વ્યવહારિક મનુષ્ય હસે તેમ હસીને એ નીચે બેઠો:
’તે દિવસે મેં તમને બે આકરા શબ્દો કહ્યા હતા