લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મારા પોતાને માટે
૧૬૭
 

ઘણા વિચારકો પણ આવા જ છે. સૌ આમ વિચારે છે: લોકપ્રવાહ આ બાજુ છે, પવન આવો છે, દિશા આ છે માટે આવું લખો. પણ એમાં મનુષ્ય ને ઈશ્વર વચ્ચેનો સંબંધ નથી. મનુષ્યે ઈશ્વરી પ્રસાદમાંથી-સીધું લખવું. કાળ અને દેશનું બંધન તો જ તૂટે.’

⁠અમરનાથને આજે પહેલવહેલું લાગ્યું કે જાણે વિદ્યાગુરુ બોલતા નથી, પણ પોતાનું હૃદય જાણે પોતાની સામે ઊભું રહીને બોલે છે. અને બીજે દિવસે એણે એક કૃતિ શરૂ કરી: મારા પોતાને માટે.