અવ્યવસ્થાથી વેરાઈ જતાં. જમીન, કુટુંબ, પુત્રપત્ની, મિત્ર, સંબંધ, સધળું છોડીને, પોતાની હોડીને ઝંઝાવાતમાં ઝોકાવવા માટે જ નીકળેલા એ ફનાગીરા હતા. એ ફના થઈ જવા માટે નીકળ્યા હતા અને ફના થઈ રહ્યા હતા. એ વખતે દક્ષિણ હિંદમાં, શારાપુરની નાની સરખી જાગીર ઉપર એક તરુણ રાજા હતા. એનું નામ હતું કેતાપ્પા નાયક. જ્યારે બળવાની અસર દક્ષિણ હિંદમાં આવી પહોંચી ત્યારે આ તરુણ જાગીરદારે પણ વગરવિચારે તેમાં ઝંપલાવ્યું. તેમાં એની હાર થઈ. એ કેદ પકડાયો. દક્ષિણ હૈદરાબાદમાં રેસિડેન્સીમાં એને નજરકેદ રાખી એના ઉપર રાજદ્રોહનો આરોપ મૂકી કામ ચલાવવામાં આવ્યું. ન્યાયની રીતે તે એણે કરેલા ભયંકર સશસ્ત્ર રાજ- દ્રોહના આરોપસર એને ફાંસી મળે એ તદ્દન સંભવિત હતું. પણ આ તરુણ રાજાને એક મિત્ર હતો. પ્રખ્યાત મેજર મેડીઝ ટેલર. એ વખતે એ શારાપુરના કમિશ્નરની જગ્યાએ નિમાયા હતા. તેણે આ રાજાને બાળપણથી જોયો હતો. તેના ઉપર એને પ્રીતિ હતી. એને બચાવવા માટે તેણે તનતોડ મહેનત કરી. એવી રીતનું લખાણ કરવાનું હૈદરાબાદના રેસિડેન્ટને પણ સમજાવ્યું હતું. તેના ઉત્તરની એ રાહ જોતા હતા. લખાણની ઢબ ઉપરથી એને આશા હતી કે રાજાને કદાચ માફી મળશે. શારાપુર જતાં પહેલાં તરુણ રાજાને કુદખાનામાં મળવા માટે ટેલર એની પાસે ગયો. હૈદરાબાદમાં રેસિડેન્ટ તરીકે એ વખતે મેજર ડેવિડસન હતો. રાજા ઉપર બળવો કરવાનું તહોમત હતું.