લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જન્મપત્રિકા
૧૭૧
 

જન્મપત્રિકા

પાસના બળવાખોરોએ તમને દોર્યા હતા - તે એ સઘળાનાં નામ આપી દેજો. એની અસર તમારા વિષેના ચુકાદા ઉપર બહુ જ સુંદર થવાની." રાજા જે અત્યાર સુધી અનિશ્ચયાત્મક ને વેલા જેવા દેખાતા હતા, તે પોતાના સ્થાનેથી ઊભો થયો. ટેલર એ જોઈ રહ્યો. રાજા ટેલરની નજીક આવ્યો; એ ઉપરાંત પોતે જે વહાલભર્યા નામથી ટેલરને સંબોધન કરતા ટહુકતા તે સંબોધન તેણે વાપર્યું: "આપ્પા! એક વાત ઊડતી ઊડતી ઈં સુધી આવી છે તે તમે સાંભળી છે?" "કઈ વાત?" "કહે છે કે પટણામાં એક માણસ હતો. વજીર તો તેઓ વેચીને રોટી રળવાનો કરતો, પણ એની પાસે વજ્ર જેવું હૃદય હતું." ટેલર સાંભળી રહ્યો: "એની શી વાત છે? અને તમને એકાએક કહી?" "કોણે કહી એ કહેવા જેવું નથી. આવી વાતો તો પવનની પાંખ ઉપર ચડીને મુસાફરી કરતી આવે છે. પણ વાત સમજવા જેવી છે. આ કિતાબ વેચનારો, પિરહી એનું નામ, એ પણ ડાકાર ગુનેગારોના ટોળામાંના એક હતો. એને હાકેમે કહ્યું કે તને જીવતદાન આપીએ - જો મદદરૂપ થઈ શકે એવી માહિતી તું આપે તે. ત્યારે તેણે શું કહ્યું તે સાંભળ્યું? એણે કહ્યું: 'જનાબ! એ પાંચ વ વધારે ખેંચી કાઢવા માટે જેમણે મારા ઉપર ભરોસો રાખ્યો ને એમને હવે હું નિમકહરામ નીવડું? જિંદગીમાં