જન્મપત્રિકા
ત્યારે રાજાને માત્ર ચાર વર્ષની સાદી કેદની સજા કરવામાં આવી છે - અને ત્યાર પછી એનું રાજ પણ એને પાછું સોંપાશે. તમારું ગણિત ને જ્યોતિષ શાસ્ત્ર બન્ને ખોટાં છે, શાસ્ત્રીજી!" "મારો રાજા બચે તો હું ખુશી થાઉં. પણ એ ખરેખર બચે - એ માટે મારા મનમાં હવે તો લેશ પણ રહ્યો નથી -" બ્રાહ્મણ એટલું કહીને એ વખતે તો ચાલ્યો ગયો.
[ ૪ ]
ત્રીજે દિવસે રાજાને જન્મોત્સવ ઊજવવા માટે રાણી- એએ ટેલરને આમંત્રણ આપ્યું હતું. તે દિવસે અપરાહ્ન પછી રાણીએ પણ રાજાની સાથે રહેવા માટે રવાના થવાની હતી. રાજાને સાદી નજરકેદમાં રાખવા માટે મદ્રાસ લઈ જવાનો હતો. રાણીએ ત્યાંથી કન્નૂર પાસે ભેગા થઈ જવાનું હતું. આજે રાજાને જન્મોત્સવ હતો. વળી એને જીવતદાન મળ્યાનો આનંદ હતો, અને રાણીએ પણ ત્યાં જવાની હતી તેથી ખુશ ખુશ હતી. બ્રાહ્મણોને અને સાધુઓને બોલાવ્યા હતા. રાણીએ નવાં વસ્ત્રો પહેરી શાસ્ત્રીઓની તે વૃદ્ધ પંડિતોની પૂજા કરી તેમનાં વરદાન ને દક્ષિણા આપ્યાં. સાધુને દાન કર્યાં. એક તરફ બેસી ટેલર આ જોઈ રહ્યો હતો. કેટલાક પંડિતો તો એના ટેબલ પાસે જ પગ ઉપર પગ ચઢાવીને બેઠા હતા. કેટલાક વળી "જીતને તારે ગગનમેં, ઈતને શત્રુ કદી હોય, કૃપા હોય સરી રામકી, ખાલ ન અકિ હોય" એ પ્રસિદ્ધ ગાથા ગાતા ગાતા, પગ ઉપર