લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જન્મપત્રિકા
૧૮૧
 

જન્મપત્રિકા

"કોઈ સાંઢણીસવાર છે, ધસમસતો આવે છે." પેલા વૃદ્ધ પંડિત પુરોહિત પોતાના આંકડા માંડી રહ્યો હતો તે પૂરા કરીને ઊભો થઈ ગયો. "સાહેબ! નહિ અને..." તેણે ટેબલ પાસે આવીને અત્યંત ધીમેથી કહ્યું. પોતાની નજર સાંઢણીસવાર ઉપરથી ખસેડ્યા વિના જ ટેલરે પૂછ્યું: "શું? શું બનવાનું છે?" "રાજાને બચાવવાનું!" "અરે! કાળજી ભા!" પટરાણીથી ચીસ પડાઈ ગઈ અને તે એક આસન ઉપર પડતાં પડતાં રહી ગઈ. શું થયું છે તે જોવા ટેલર પોતાની નજર પાછી ફેરવે તે પહેલાં તે સાંઢણીએ દરવાજામાં ઝુકાવ્યું; અને તેના ઉપરથી એક માણસ ફૂદડી પડ્યો. ઉતરતાં વેંત જ તે અંદર આવવા દોડ્યો. તે પડ્યો, ફરી ઊઠ્યો, અને એકદમ પાછો દોડીને ટેલરની નજીક આવી પહોંચ્યો. તેના હાથમાં એક કાગળ લટકતો હતો. "શું છે?" ટેલરે ઉતાવળથી - વ્યગ્રતાથી પૂછ્યું. "શું છે અલ્યા?" "સાહેબ! સારેખ! રાજા સા..." તે એટલું જ બોલી શક્યો. ટેલરે તેના હાથમાંથી કાગળ ઝડપી તેના ઉપર નજર ફેરવી. તે સ્તબ્ધ થઈ ગયો. તેના હાથમાંથી કાગળ ઊડી ગયો તેનું તેને ભાન પણ ન રહ્યું. "રાણી સાહેબ!" "શું છે? શું છે?" ચારે તરફથી ઉતાવળા, આકળા, વ્યગ્રતા ભરેલા શબ્દો આવવા માંડ્યા. "શું છે સાહેબ! સરકારે વિચાર ફેરવ્યો કે શું છે?"