આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
જન્મપત્રિકા
‘સરકારની દયા એળે ગઈ છે. રાજા સાહેબે ગોળી ખાઈને આંહીંથી થોડે દૂર જ આપઘાત કર્યો છે!’
‘આપઘાત કર્યો છે? હેં ! કોણે? રાજાએ આપઘાત કર્યો? અરે!’ મૃત્યુના સાન્નિધ્ય જેવી કોઈ ભયંકર ખીણના મોં પાસે આવીને ઊભા હોય, તેમ સૌ એક્દમ સ્તબ્ધ થઈ ગયા.
‘પણ એ બન્યું શી રીતે? આપઘાત કરવાનું કારણ શું?'
આકાશ સામે એક સૂચક દૃષ્ટિ ફેંકતો, પેલો વૃદ્ધ શાસ્ત્રી, કોઈ ન દેખે તેમ ત્યાંથી ચાલી નીકળ્યો.