એમ જાવા દેત? પણ શેર ખીચડીના પણ, પાટણના પ્રખ્યાત પટોળામાં વાંધા પડ્યા ! હવે તો હું બેંકમાં પટાવાળો છું. મારું પણ કાંઇક લખો ને ! ભાઈ સાહેબ!’
‘અને હું? મારું તમે ક્યારે આપવાના છો? ઇ. સ. ૧૯૨૪ની સાલથી હું તમારી પાછળ ભટકું છું એ તમને ખબર છે ? તે પછી તો તમે દિલ્હી—આગ્રા પણ જોઈ લીધાં ! હવે મને ક્યારે આલેખવાના છો ? હું તો ભારતની ભાગ્યવિધાતા, પૃથ્વીરાજની પ્રેયસી, સંયુક્તા, તમે મને પણ લટકાવો? સાતમા યુગમાં ફરતા ફરતા તમે ભોળા ભીમદેવ સુધી આવો ત્યાં સુધી મારે લટક્યા જ કરવું એમ ?’
‘અને મારું શું? તમે મારી નોંધ કરી છે એ તમને ખબર છે? અકબરી જમાનાનો દસવંત ચિતારો– એ હું– ! હું છું તે ભીસ્તીનો છોકરો, પણ તમે મને આજ દિવસ સુધી પૂરી રાખ્યો છે તેનું શું? કાં મને આલેખો—નહિ તો છુટ્ટો કરો!’
’આ બધા તો ઠીક, તમારા જૂના દોસ્તો છે, પણ હમણાં હમણાં તમે મને સિંધની રેતરણના ખાડામાંથી ખાંખાંખોળાં કરીને ગાતી કાઢ્યો છે—પહેલો મને જ પ્રગટ કરો ને ! હું સોમનાથના પૂજારીનો છોકરો ! મારું કોઈ નામ જ મળે નહિ, પણ મેં લીધેલું વેર તો ગર્જનકના દરવાજા સુધી પાછળ પડ્યું હતું એ ખબર છે? આ તમારો જમાનો પણ મને જ પહેલો માગે છે ! મને— સોમનાથના પૂજારીના છોકરાને!’
‘અને હું—હું તમારી પણ, પ્રિયમાં પ્રિય નારીમૂર્તિ