વાર્તા વિનાની વાર્તા
"તમે જ લખ્યું છે ને," અશરણે કહ્યું, "'બાલ્ઝાકની સૃષ્ટિમાં એ હજાર પાત્રો હતાં...!'" "પણ એ બાલ્ઝાક હતા; હું તો બ્રાહ્મણ; એવી વાતો આંહીં ગુજરાતમાં તમારે ન કરવી. આંહીં તો અફ઼સોસ, તમને મેલાવ્યાં છે, એ પણ એક અંગ્રેજી લખાણને આધારે, એનું શું? ત્યાં પહેલાં મુનશીએ તમને મેલાવ્યાં હતાં એ પણ ત્યાંથી જ, જ્યાંથી આ હું ઉપાડી આવ્યો. એક લેખકે, નવલકથાના પાંચ-છ પાત્રો, કોઈ લેખકની શોધમાં પડ્યાં છે, એવું એવું લખ્યું છે, એને પણ આધાર મળી ગયો. આમાં બાલ્ઝાકનાં એ હજાર પાત્રો! ક્યાંથી ઊભાં થાય બાલ્ઝાક? પણ હવે તમે સૌ એમ કરો - પહેલાં આ ઉતા- વળિયાં કયારનાં રાહ જુએ છે નાનકડાં, એમને આવી જવા દ્યો. પછી પાછા તમારે વારે... આ શિવુભા ગારી બિચારો ઉતાવળો થાય છે. એને બીક છે કે રહ્યો એક નાન- કડા ગામનો પરંતુ, તે ક્યાંક ખેબે ચડી જાશે. પહેલાં એની વાત આપણે સૌ સાંભળીએ."
"લો, તો શિવુભા, "તો તમારી વાત ઉપાડો."