શિવુભા
ચીભડિયા ગામની સીમ પૂરી થાય ને થોરડી ગામનાં ખેતર દેખાય ત્યાં સુધી મારી મા મને વળાવી જાતી. નાનકડું ધોતિયું, ભરેલી ટોપી, હાથમાં એકડો ઘૂંટી ઘૂંટીને ભુક્કા કાઢી નાખેલી મારી પાટી, હું દોઢ માઇલ હંમેશાં ભણવા જાઉં. સવારે જાઉં ને સાંજે આવું. બપેારે રોટલો ચારા કાકાને ત્યાં ખાઇ લઉં. મન તો એવું ઘર આંગણે ચોટ્યું હોય ! કાકી તો છાશે ય આપે નહિ ને! પણ કહું કોને ? મારી ઉમ્મર પણ કેવડી ? પાંચ વરસની. ત્યારનું મને મન હતું કે મારે મારા ગામમાં જ એક નિશાળ વહેલે મોડે કાઢવી કાઢવી ને કાઢવી. મોટો થાઉં એટલી વાર!
પણ ગામ અમારું હતું દરબારી સૈયારૂં. આઠ દસ તો દરબાર. કોઇ એક ધણી જ મળે નહિ! વસ્તી તો ઓગણીસસો માણસની ને દરબાર દસ. બસો માણસો ને એક દરબાર ! આવી એ ગામડાની રચના. એમાં કોઈ દી કોઈ નિશાળ થાવા જ દે નહિ ને ! એટલે નિશાળ માટેની પેરવી કરવા કોઈક આવી ચડે, તો માળા એ વખતે દસે દરબાર ભેગા