લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શિવુભા
૧૯૩
 

જે હેડીંગ કરે, તે મને શિવુભા પંતુજીને, ક્યાં જોવા મળવાનું હતું? હું તો મારાથી થઈ શકે એટલી વધારેમાં વધારે જાતઘસણી કરી છૂટ્યો. ત્રીજા ભાગનો પગાર મેં ગુમાવ્યો, ઘરવાળાંનાં મેણાં ટોણાં મળ્યાં તે જુદાં! ગામ લોકો તો સલામ કરે ને બહુ થાય તો બે હાથ જોડીને જે જે કરે.

⁠પણ દરબાર સૌ પામી ગયા કે મારે બેટે શિવુભાએ ભારે લફરૂં ખોસ્યું !

⁠હું તો એમની કસૂંબા કોટડીમાં મળવા પણ ગયો. મારે એમ કે સૌ ખીજાશે—પણ ના, કોણ જાણે કેમ, કોઈએ કંઈ કહ્યું જ નહિ ને! સૌએ આવકાર દીધો! મેં મનમાં કીધું, ચાલો, સારું થયું. આ સૌએ માથે પડ્યું નભાવી લેવાની વૃત્તિ દાખવી એટલે હવે નિરાંતે રહેવાશે તો ખરું.

⁠ચોરે બેસીને હું તો માંડ્યો ભણાવવા. થોડા વખતમાં તો અમારું ચીભડિયું ગામ એટલા પંથકમાં પ્રખ્યાતિ પામ્યું. અમે આંકની પાટ લઈએ, લેખાં પૂછીએ, મેં તો વળી મોટા છોકરાવમાં, સામસામા કોયડા નખાવવાનું શરૂ કર્યું, એટલે ગામનાં માણસ એ જોવા ભેગાં થાય! એમ કરતાં કરતાં તો છોકરાં, દેખાદેખીથી, કોળી, ખાંટ, આયર, વાઘરી સૌનાં આવવા માંડ્યાં. ને સંખ્યા પણ વધી.

⁠એટલામાં યોગાનુયોગ એક સાહેબ પણ ઠીક આવી ગયો. એ ચીભડિયાની નિશાળ જોવા આવ્યો, ને નિશાળને કાયમની કરી દીધી! પગાર પણ દસ કર્યો.

⁠પણ મારા મનને બીક હતી કે, હવે આ દરબાર કાં