લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મનની મોજ
૨૦૫
 

એકધારી ચાલ, ટટ્ટુની પણ એવી જ ચાલ અને નરસિંંહની નીચે નમેલી ડોક, એ ઉપરથી જ કહી શકે તેમ હતું! હમણાં હવે ઝમકુડીનું પણ મરણ થયું હતું. એટલે તો નરસિંહને ઘર કે ધંધામાં કશામાં રસ રહ્યો ન હતો. પાછળ કોઇ હતું નહિ. તેમ હવે એના જુનવાણી જુવાન માર્ગ તરફ પાછા ફરવાનું બળ એની પાસે રહ્યું ન હતું, એટલે આ લાંબા પંથ ઉપર ધીમે ધીમે ચાલ્યાં જતાં–માનવ અને પ્રાણી–બન્ને જીવનની છેલ્લી પળો ખેંચી કાઢવા જાણે પ્રયત્ન કરતાં હોય એમ લાગે. આજે એ નિત્ય જીવનના, નિયમિત પથમાં, કોળણ કંકુડીના સંસ્મરણોએ જરાક ચેતન પૂર્યું હોય તેમ નરસિહે પોતાની ચાલ ઉતાવળી કરી.

⁠એની નજરમાં કોળણ કંકુની મૂર્તિ ખડી થઈ ગઇ હતી! એ મૂર્તિ–જે એણે જુગારી જીવનને છેલ્લા નમસ્કાર કર્યા હતા ત્યારે જોઈ હતી!

[ ૪ ]

⁠કેટલીક સ્ત્રીઓ સુંદર નથી હોતી. પણ ચાતુરી ભરેલી અજબ મીઠાશ એમનામાં હોય છે. એમનું આકર્ષણ એમના શરીરમાં એટલું નથી હોતું, જેટલું એમના સ્વભાવમાં હોય છે. આથી એ આકર્ષણ વય વધતાં વધે છે. ઘટતું નથી. જુદા જુદા સ્વભાવના અનેક જુગારીઓ પેાતાને ત્યાં જાળવનારી હોવાથી કંકુડી પણ એવી બની ગઈ હતી.

⁠કાંઇક કુદરતી રીતે, કાંઈક ધંધાને લીધે, અને કાંઈક પરિસ્થિતિને અનુરૂપ બની જવાના સ્ત્રી સ્વભાવને લીધે, એવી ત્રિવિધ તાલીમને લીધે મેળવેલી, કંકુડીની આ આકર્ષણ