લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મનની મોજ
૨૦૭
 

પડીને, મેાહક કરી મૂકતી, કે, નરસિંહની આંખમાં દર્દે ગઝલ આવી જતી. પણ કોળણ એ માનસને તરત પલટાવી દેવા નરસિંહને પૂછતી: ‘કાં નરસિંહ! શું કરે છે ઝમકુડી? હવે તો સીધું ચાલે છે નાં? ઈ તો તું જ એવો છે–નફ્ફટ ને બેફીકર ! બાકી ઝમકુડી તો ઝમકુડી છે!’ એમ બોલીને પોતાના જે હાથથી એ નરસિંહને જરાક ધીમો પ્રેમ ભર્યો ધક્કો દેતી–જાણે આમંત્રણ આપતી હોય! પ્રેમની ભાષાની દૃષ્ટિએ, તો કંકુડી પોતાનું સધળું છાનું દર્દ આ હાથમાં મૂકી દેતી. એ જમાનાનો નરિસંહ તો આજનો બકાલ નરસિંહ ન હતો. ખાસી તંગ ઉરબ્બ ચોરણી ઉપર, મોંઘું લાંબું મલમલનું ઝીણું પહેરણ ને રેશમી કબજો પહેરનારો, ઓડિયાં રાખી કાંસકાને ચાવીસે કલાકે ઓડિયામાં જ રાખનારો, ખીસ્સામાં લટકતા ઈટાલિયન રેશમી રૂમાલ ને બસો પાંચસો રૂપિયાથી ઓછું પાસે ન રાખનારો, સુંદર, રખડુ, રંગે ચડેલો, ટેકીલો અચ્છો જુવાન હતો. ને એવે કોઇ વખતે કંકુડીની નજર સાથે એની નજર મળતી, તો જાણે કુદરતી રીતે એકબીજાં એકબીજાંને માટે હોય તેમ હજારો છાની વાતો એ કરી લેતાં.

⁠પણ બન્નેને પાતપેાતાની મર્યાદાનું ભાન હતું. કંકુડીને ખબર હતી કે નરસીં આમ છુટક માણસ તરીકે ઠીક છે. બાકી એને સ્થિર કરો તો કાં એ ભાંગી પડે, કાં તમને વહેલે મોડે તગડી કાઢે. અને વધુ તો એ કે કંકુડી નરસીંના મેળની ખબર પડતાં જ માથાવઢ કજિયાની પરંપરા ઊભી થાય! એટલે એક બીજા માટે છતાં, એક બીજા માટે ન હતાં. એમનો પ્રેમ એમણે છાની રીતે પોતપોતાના