લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મનની મોજ
૨૧૩
 

⁠નરસીંએ જોરથી ઘોડાને ‘એડી’ લગાવી દીધી. ઘોડો ઊલળ્યો. એટલે કંંકુડીને ખસી જવું પડ્યું. અને તરત જ નરસીં તો અંધારામાં અદૃશ્ય થઈ ગયો. આાજનો દી ને કાલની ઘડી.

[ ૬ ]

⁠આજ હવે એ બકાલ નરસીંં, પોતાની જીવનસંધ્યાની છેલ્લી પળે, જાણે એક વખત કંકુડીને મળી લેવા માગતો હોય તેમ, ભાંડેર તરફ જઈ રહ્યો હતો.

⁠ભાંડેર એ પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. પણ હજી અંધારું વળ્યું ન હતું. એણે ચોરા પાસે પોતાનું ટટ્ટ બાંધ્યું. બકાલું ઉતારીને ઓટલા ઉપર મૂક્યું. પાસે કો’કનું ગાડું છૂટ્યું’તું એના બળદ પાસેથી થોડુંક ખડ લઇને ટટ્ટુને નાખ્યું. બીડી સળગાવી ને પોતે ત્યાં પગથિયે બેઠો.

⁠કોઈક બહાર ગામનો આવેલ છે એ જોઈને ચોરાનો ગલઢો બાવો બહાર આવ્યો. થોડીકવાર નરસીં સામે જોઇ રહ્યો. એનો ચહેરો ઓળખાયો : ‘ઓ હો ! ભાઈ ! તમે આંઇ ક્યાંથી ? બહુ દીએ દેખાણા ? ક્યાં હતા ? ક્યાંય મલક ઉતરી ગ્યા’તા? કે શું ?’

⁠‘હા, ભાઈ, એવું જ તો. હમણાં તો ઠીક નો’તું. કીધું હવે આ જ તો જઈ આવું! શું છે ગામમાં નવાજૂની ?’

⁠‘આંઇ ? આ ભૂખ ગામમાં તો શું નવાજૂની હોય ? આજ તમે લાવ્યા છો ત્યારે, ગામ બટેટાં દેખશે–એવું દાળદરી છે. આંહીં શું નવી ને શું જૂની ? નવાજૂનીમાં ગામ બહાર એક મંદિર થયું ઈ !’