લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૧૪
મનની મોજ
 

⁠'કોણે બંધાવ્યું ?'

⁠'બીજું કોણ હતું ગામમાં ? આ કંકુડી કોળણ ! મરી ગઈ, પણ નામ રાખતી ગઈ ! જોવા જેવું છે!'

⁠નરસીંને જાણે હૃદય સોંસરવો અને પાર ઉતરી જાય એવો એક ઘા પડી ગયો. પોતાનૉ જીવનસાર કોઇએ ખેંચી લીધો હેાય એવું એનુ લાગ્યું. થોડીવાર તો એ બોલી શક્યો નહિ ! કંંકુડી જ મળે નહિ~એ વિચારે એને બે પળ વિચાર કરતો કરી મૂક્યો પછી ધીમેથી બોલ્યેાઃ

⁠'બાવાજી ! મદિર ક્યાં આવ્યું ?'

⁠'આ દેખાય ભાઈ! આંહીંથી જ-જાવું હોય તો જઈ આવો ને. જોવા જેવું છે! હજી હું આહીં આરતી ટાણા સુધી છું. જોખમ તો નથી નાં કાંઈ ?'

⁠'ના ના—’

⁠નરસીં ડગુમગુ ઉભો થયો.

⁠પણ એના પગ ભાંગી ગયા હતા. તે મંદિરની દશ ભણી ચાલી નીકળ્યો. કોળણે બાંધેલા એક નાના સરખા દેવાલયની એણે આશા રાખી હતી !

⁠છેલ્લવેલું હવે એ જોઇ લઉં, એવી મનોદશામાં એ ધીમે ભારે પગલે ચાલી રહ્યો હતો.

⁠મંદિરના ચોગાનમાં એ પહોંચ્યો. ત્યાં કોઇ હતું નહિ. ઘંટ વગાડી, પોઠિયા પાસે એ ઊભો. અંદર દર્શન કર્યાં. અચાનક નીચે ભોં ઉપર એની દૃષ્ટિ પડી ને માનતો ન હોય તેમ, બે ધડી ત્યાં નજર ખોડતો ઊભો જ રહી ગયો.

⁠એના પગ નીચે જ, આરસની તકતીમાં, વાંચી શકાય એવડા મોટા અક્ષરોમાં, કોતરેલો એક લેખ હતો: 'ભગવાન