લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મનની મોજ
૨૧૫
 

નરસિંંહેશ્વરનું આ મંદિર, કોળણ કંકુડી એ, નરછીં બકાલના દોસ્તદાવે, એણે ભેટ આપેલ ‘નેકલેસ’ ના પૈસામાં પોતાના પૈસા ઉમેરીને, બન્નેના લોકકલ્યાણાર્થે બંધાવ્યું છે. ને આંહી સૌ દર્શને આવનારની ચરણરજ એમને નીત નીત મળતી રહે, માટે બન્નેનાં નામ કોતરાવ્યાં છે :

‘નરસીં બકાલ ... કોળણ કંકુડી !’

⁠નરસીં કોણ જાણે કેટલીવાર સુધી ત્યાં ઊભો ઊભો આ લેખની સામે ટગર ટગર જોયા કરત ! એના મનમાં મોટેથી એક પડઘો પડી રહ્યો હતો : દલની દેનારી ખરી ! પણ એટલામાં ચોગાનમાં દર્શન માટે આવેલ કોઇએ ઘંટનાદ કર્યો, અને એ જાગૃત થઈ ગયો.