લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૮
અજાણ્યો મનુષ્ય
 

વિનાના ખવીસ જેવો ભયંકર દેખાવા લાગ્યો. સુંદરમાં સુંદર આકૃતિઓ ભયાનક અને બેડોળ બની ગઈ. સુંદરીઓની પાની ઉપર અળતાને બદલે નર્યો નરમેધમાંથી વહેતો લોહીનો રંગ જણાયો.

⁠આ પરિવર્તન જોતાં જ મેં પેલા અજાણ્યા મનુષ્ય તરફ જોયું. પણ એ તો તરત જ અદૃશ્ય થઈ ગયો હતો. અને તેના ખાલી હસવાના તુંબડકાંકરી જેવા અવાજથી આકાશ ભરાઈ ગયેલું લાગ્યું.

⁠જ્યાં ઘડી પહેલાં નજર ઠરે તેવું સુંદર કીર્તિમંદિર ઊભું હતું ત્યાં એક જ શબ્દના પડકારાથી આવો ફેરફાર થતો જોઈ હું ઘડી ભર દિઙ્મૂઢ થઈ ગયો.