ગુમ થયેલી તસ્વીર ‘ અલ્યા ! મૂરખા ! જ્યાં જીવનની સલામતી માટે ઇશ્વરના આભાર માનવાના છે ત્યાં તું આ પેટી માટે આસુ ભરે છે ? શિવાજી, પંદર હજાર મરાઠા સવારો સાથે સુરત તરફ આવતા હોય ત્યારે આવી ચિંતા કરવાનો કોઈને વખત હોય કે અલ્યા ? ભૂલી ગયો તું? નવા નવા સમાચાર આવતા હતા ને આપણા હાડકા ગગડી જતાં'તાં તો? શું સમાચાર આવ્યા હતા તે સંભારને ! કારગરના રાજા અમદુલ્લાખાન મક્કાની જાત્રાથી પાછા વળીને સુરતમાં થોભ્યા એટલામાં તો તેના ઉપર હૂમલા થયા. અને રાજાની સખીની પાલખી શિવાજીને હાથ આવી ગઈ. આ એ પાલખી ગઈ તે ગઈ ! આમાં તારી છબીને કયાં રોપ છે?'
જ્યારે સમાચાર આવ્યા કે તાપી એળગી શિવાજી અમારા પર આવે છે ત્યારે તે અમે અને અમારી સાથેના વેપારીઓ ભયથી અધમૂઆ જેવા જ થઈ ગયા. પણ સદ્- ભાગ્યે તાપી એળગવાના વિચાર શિવાજીએ પડતો મૂક્યો ને સુરતના હજારો શ્રીમંત વેપારીઓ બચી ગયા !
પછી જ્યારે હું સુરત પાછો ગયો ત્યારે મને માલૂમ પડ્યું કે મારું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું. મારી પેલી કિંમતી પેટીનો પત્તો હતો નહિ. શિવાજીના માણસોને જે હાથ પડ્યું તે લીધું હશે, એટલે મારી પેટી પણ આડકતરી કે સીધી રીતે શિવાજીની લૂંટમાં ગયેલી હશે. હવે એને ક્યાંથી પત્તો લાગે ? એ વિચાર કરતાં મને તમર આવ્યાં. આખે શરીરે પરસેવો છૂટ્યો. સિંહના મોંમાંથી શિકાર પાછો મળે એ વાત કાંઈ બને ? રાતે રાતો હું તે પથારીમાં પડ્યો. મને લાગ્યું કે મારી મા આજે જ જાણે મરી ગઈ