હતી ! બીજે દિવસે સવારે હું ઊઠ્યો ત્યારે મારા કાકાને મેં મારી સામે ઉભેલા જોયા. મેં નિશ્ચય કર્યો હતો કે કાકાને આ સંબંધે હવે કાંઈ કહેવું નહિ. પણ ડોસો એવો વિચક્ષણ હતો કે મારો વિચાર તે એક ઘડીમાં કળી ગયો.
’તારું ધ્યાન પેલી પેટીમાં ચોટ્યું છે તે હું જાણું છું.‘ એણે મને કહ્યું: ‘પણ શિવાજીની લૂંટમાં જે વસ્તુ ગઈ તે જીવના જોખમે પણ તને પાછી નહિ મળે!‘
’કાકા!‘ મેં જુસ્સાથી કહ્યુંઃ ‘એ પેટી હું પાછી લેવાનો!‘
’શી રીતે ? શિવાજીનું નામ તેં સાંભળ્યું છે ?*[૧] સ્મિથને પૂછી જોયું છે કે શિવાજીના તંબુમાં કેમ જઈ શકાય છે? અને બીજા બે જણાને રાખ્યા’તા ડુંગરી કિલ્લામાં, એમને પૂછ્યું છે શું દંડ દેવો પડ્યા તે? ડૉ. ફ્રાયરને પૂછી જો–કેટલી વીશે સો થાય છે!‘
‘કાકા! પણ હું તો ગમે તેમ કરીને તે પેટી લાવવાનો.’
મારા કાકાએ કાંઈ જવાબ વાળ્યો નહિ. તે તપી ગયા. આનું ભવિષ્ય સારું નથી એટલું કહી જતા રહ્યા. ઘડીક
- ↑ *મી. એન્થની સ્મિથને ત્રણ દિવસ સુધી કેદમાં રાખવામાં આવ્યો હતો. ૧૬૬૪માં શિવાજીએ પહેલી લૂંટ કરી ત્યારે બીજા કેદીઓ સાથે સ્મિથ પણ હતો. જ્યારે તેનો જમણો હાથ કાપવાનો હૂકમ થયો ત્યારે તેણે હિંદુસ્થાનીમાં બૂમ પાડી કે હાથને બદલે મારું માથું કાપી લ્યો. છેવટે એને બચાવવામાં આવ્યો. પછી શિવાજીએ તેને દૂત તરીકે અંગ્રેજો પાસે મોકલ્યો, પણ પ્રેસીડન્ટ ઓકસન્ડને તેને રોકી પાડ્યો. શિવાજીને વખત ન હતો, એટલે તેણે કાંઇ પગલાં લીધાં નહિ.