લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૨
ગૂમ થયેલી તસ્વીર
 

ખમીને તે પાછા આવ્યા ને મને શાંતિથી સમજાવ્યું: ‘જો, શિવાજીને અત્યારે અંગ્રેજ સાથે વેર છે. માટે આ સાહસ તારે ખેડવું નહિ.’

મારા કાકાએ મને નાનપણથી પોષ્યો હતો. ભલે અત્યારે મારી મૂર્ખાઈ ઉપર એ હસતા હતા, પણ તેમના હૃદયમાં મારા માટે ભારે પ્રેમ હતો. તેમને નિરાશ ન કરવાના હેતુથી, મેં એ વાત ત્યારે સ્વીકારી લીધી, ને કાંઈ ન હોય તેમ કામમાં જોડાયો.

પણ છાની રીતે હું શિવાજીના સમાચાર મેળવતો હતો ને પહેલામાં પહેલી તકે નાસી જવાની તૈયારી કરી રહ્યો હતો.

અંતે એવી તક આવી. રાત્રે સૌ સૂઈ ગયાં હતાં ત્યારે હું બહાર નીકળી પડ્યો. નીકળતી વખતે મેં મારા ગોપાલ નામના વિશ્વાસુ નોકરને સાથે લઈ લીધો. બન્ને ઘોડેસવાર થયા ને ઝપાટાભેર રસ્તો કાપવા લાગ્યા.

માર્ગમાં જે દૃશ્ય મેં જોયું તે ખરેખર અદ્‌ભુત હતું. મરાઠા લોકો વારંવાર હૂમલા કરતા હતા, છતાં હરિયાળાં ખેતરોમાંથી ખેડૂતો વાંસળી વગાડી વગાડી જંગલને બોલાવતા હતા. વનની શોભાથી જમીન સુંદર બની રહી હતી. અને જ્યાં જૂઓ ત્યાં આંખ ઠારે એવી રમણીયતા ભરી હતી. ચાંદનીમાં હું ને ગોપાળ વાતો કરતા નિરાંતે ચાલ્યા જતા ને ગમે તેના ખેતરમાં હવાની લે’ર લેતા જરા સૂઈ લેતા. પશ્ચિમઘાટ તો નીલાંબર પહેરીને અમને બોલાવી રહ્યો હતો. અમે એક ગામડે પહોંચ્યા તો ત્યાં સંખ્યાબંધ બેલગાડીઓ જતી દેખાઈ. દરેક બેલગાડી પાછળ રક્ષણ કરવા માટે ત્રીસ સવારો હતા. તેમની મોટી મોટી આંખો,