લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગૂમ થયેલી તસ્વીર
૨૩
 

લાંબી મૂછો ને ઘેરવાળાં અંગરખાં એક પ્રકારની શેહ આપતાં હતાં. ગોપાલ અને હું ત્યાંથી નીકળ્યા કે તરત જ હવાલદારે અમને અટકાવ્યા. હવાલદારે અમને અજાણ્યા ગણીને કેદ કરી લીધા. અમારાં હથિયાર ખૂંચવી લીધાં. પૂનામાં મહારાજની રૂબરૂ લઈ જવાનો પોતાનો નિશ્ચય જણાવ્યો.

હવાલદારને ખબર નહિ હોય કે હું શિવાજીને મળવા માટે જ પૂના જાઉં છું ને જો હવાલદાર જ મને રજૂ કરી દેતો હોય તો મારે એટલી મહેનત ઓછી થઈ. એટલે હું તો એની આ વાતથી ઊલટાનો મનમાં ખુશ થયો. એમ કરતાં અમે જ્યારે પૂના પહોંચ્યા ત્યારે તો ઘણા ચોકીદારો મને કેદી કરતાં મિત્ર જેવા જ લેખતા થઈ ગયા. રાયગઢના કિલ્લા ઉપર આવી હવાલદારે મને ત્યાંના કિલ્લેદારના હાથમાં સોંપ્યો. કિલ્લેદાર ખરો ભલો આદમી હતો. તેણે મને પૂછ્યું, ‘શા માટે સૂરત છોડી તમે આ બાજુ મુસાફરી કરી રહ્યા છો?’ ‘હું શિવાજી મહારાજને મળવા માગું છું.’ બસ ત્યાર પછી ત્રણ ચાર દિવસ મેં ખાધું પીધું ને મજા કરી. કિલ્લામાં આશરે બે હજાર મરાઠા હતા. અને તે સદા જાગ્રત રહેતા હતા. રાયગઢનો કિલ્લો એવા અભેદ્ય સ્થળ પર છે, કે દુશ્મનનો હલ્લો ત્યાં ભાગ્યે જ ફાવી શકે. રાયગઢના કિલ્લા વિષે મેં એક વાત અહીં સાંભળી. જ્યારે કિલ્લો તૈયાર થઈ ગયો ત્યારે મહારાજે પડો વગાડી જાહેર કર્યું કે જે કોઈ દરવાજા સિવાય બીજે માર્ગેથી પ્રવેશ કરીને કિલ્લા ઉપર ધ્વજા ચડાવી આવશે તો મહારાજ એને સોનાનું કડું ને ૫૦૦ સિક્કા પારિતોષિક આપશે. એક સામાન્ય માણસે એ કરી બતાવ્યું ને મહારાજે એને ઈનામ આપ્યું. આવી