લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગૂમ થયેલી તસ્વીર
૨૫
 

વિનાના વિશ્વાસઘાતનું તો એક બુંદ સરખું પણ એનામાં નથી! શિવાજી મહારાજ પનિહારીઓમાંથી પણ ઘણી સાથે વાત કરતા હતા. અને તેમની નાની નાની દુ:ખની વાતો પણ તેના હિસાબમાં છે એવું જોતાં મને ખાત્રી થઈ ચૂકી કે હું જેની સામે ઊભો છું તે સૂરતનો લૂંટનાર શિવાજી નથી પણ ગુરુ રામદાસનો આદર્શ શિષ્ય શિવાજી છે! મારી બધી ભીષણ કલ્પનાઓ – અને સ્મીથે આપેલું વર્ણન ચાલ્યાં ગયાં.*[૧] હું મારું કામ પણ ભૂલી ગયો. મને લાગ્યું કે જેનો પ્રતાપ આટલો ગાજે છે તેના હૃદયમાં તો દયાનાં સરોવર ભર્યાં છે! પ્રજામાં પ્રાણ પૂરનાર આ પુરુષને જોતાં મને પહેલી જ વખત લાગ્યું કે ખરેખર આજે મેં એક મહાન પુરુષ જોયો છે. પરંતુ તે દિવસે મારે મહારાજનાં દર્શન જ થયાં: મૂલાકાત ન થઈ શકી. કારણ કે મહારાજને કામ હોવાથી તે થોડીવારમાં જ બીજે જતા રહ્યા. હું ઘેર આવ્યો. પણ એક વખત શિવાજી મહારાજને જોયા પછી જ ચેન પડે એવી એની મોહિની લાગી.

⁠બીજે દિવસે સાંજના વખતે મને તેડવા માટે એક દૂત આવ્યો. હું કિલ્લામાં ગયો. આજે સૂરતના લૂંટના માલનું પ્રદર્શન ભરાયું હતું. ખૂબ ચોકસાઈથી બધો માલ ગોઠવવામાં આવ્યો હતો. મોટા મોટા ઈરાની ગલીચા પર સોનારૂપાના વાસણમાં મોતીની માળાઓ, મોટા મોટા પાણીદાર હીરા, માણેક, પોખરાજ ને નીલમ પડ્યાં હતાં; અમદાવાદી કિનખાબ ઉપર ઊંચા પ્રકારનું ભરતકામ કરેલાં એવાં બહુમૂલ્ય વસ્ત્ર પણ રાખ્યાં હતાં; પાટણનાં પટોળાં,


  1. ↑ * શિવાજીની એક છબી Orme–ની આપેલી છે.