લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




ખરેલાં બે પાન

[૧]


⁠એની ખુશાલીનો પાર ન હતો, મુશ્કેલીમાંથી છૂટ્યાની એની આનંદી મનોવૃત્તિ એના હાથનાં ટેરવાં ઉપર રમી રહી હતી. કોઈને ખબર ન પડે — પોતાને પણ ખબર ન પડે તેમ, એ પોતાની આંગળીઓ વડે, એકાદ અરધું વીસરી જવાયેલું ગીત ગાઈ રહ્યો હતો.

⁠જુવાન ગોપાળ, ગામડાંની ધૂળથી ભરેલી શેરીમાં, હેતુ વિનાની રસળતી ચાંદનીમાં, પોતાના ઘર તરફ ઝપાટાબંધ પાછો ફરી રહ્યો હતો.

⁠ઝડપભેરની એની ચાલમાં કામના ઉત્સાહ કરતાં બોજામાંથી મુક્તિ મેળવ્યાનો આનંદ હતો.

⁠પોતાનાં ફળીમાં નીકળેલા સાપને સાંણસાથી પકડીને એ ગામને પાદર મૂકવા ગયો હતો. ગામને પાદરે ઢેઢવાડાની લગભગ આવતાં, સાપને મૂકી દઈને એ પાછો દોડ્યો આવ્યો હતો.

⁠એને ખાત્રી હતી કે એણે સાપને ફળીમાંથી બહાર કાઢ્યો છે. એનું ફળી સહીસલામત હતું.