લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખરેલાં બે પાન
૩૩
 

સામે ભોથાજી હાથ જોડીને ઊભો હતો : ‘બા, મેં નથી લીધી!’

‘નથી લીધી સાલ્લા?’

મંગલપ્રસાદે લાકડી ઉપાડી તેના તરફ ઉગામી :

‘વાટકી ચોરે છે? સાલ્લા!‘

‘પણ શા’બ. . . . . ’

ખડકી ઉઘાડીને, માથે વેકૂરિયા ગોળનું માટલું, ખભે ઓળાની પોટલી, હાથમાં શેરડીના સાંઠા, એવા વેશે એક કણબીએ પ્રવેશ કર્યો.

‘મંગળ પરસાત ભા નું ઘર આ?’

‘કેમ?’

‘આ આ રીબડિયા નથુ પટલ—’

‘તું કોણ?’

‘હું નથુ પટલનો વશટેરો છોકરો, મારો મોટો ભાઈ પોર મરી ગ્યો. ઈના નામના પડાની તકરાર સાટુ તમારી પાંહે આવ્યો’તો.‘

‘હા, હા, મૂકી જા, ત્યાં દફતરે આવજે.’

પટેલ ઓશરીમાં બધું મૂકીને ચાલતો થયો.

એણે બહાર પગ દીધો નહિ હોય ત્યાં મંગળપ્રસાદની વહુ બોલ્યા:

‘સાળો, ઢોર જેવો જ છેનાં? આંહી ઓશરીમાં મૂકી જવાય? — એલા મૂકી દે ઘરમાં—’

ભોથાજી સઘળું ઘરમાં મૂકવા માંડ્યા. એ કામ પતાવીને આવ્યો કે તરત મંગળપ્રસાદની અધર ઉપડેલી લાકડી પાછી એની સામે તાકી રહી :