લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુરુષ અને સ્ત્રી
૩૭
 

જે નથી એના વિષે કવિતા ગાય છે !’

‘ના, એનો અર્થ એમ છે કે પુરુષ વધારે ખાઉધરો છે : અને સ્ત્રી વધારે રસમય છે.’

‘ના, એનો અર્થ એમ છે કે પુરુષ જરૂરિયાત સમજે છે : સ્ત્રીઓ જરૂરિયાત વધારે છે.’

‘તમારું એ વિધાન અમને માન્ય નથી. અમે તો એમ કહીએ કે પુરુષ લૉજમાં જાય એ એમ દર્શાવે છે કે પુરુષ સુરુચિ વિના માત્ર પેટ ભરી જાણે છે.’

‘અને સ્ત્રીઓ માત્ર સુરુચિ કેળાવે છે એમ ? આ તમારું દૃષ્ટિબિંદુ ખોટું છે. કારણ કે પુરુષ કરતાં સ્ત્રીઓ ઘણું વધારે ખાય છે, એ પ્રસિદ્ધ વાત છે.’

‘પુરુષો નારી વિષે લખે છે ત્યારે ઘણું ખરું અ–નારી વિષે લખે છે. પુરુષે સરજેલા સ્ત્રી–પાત્રની ચર્ચા જો કોઈ સ્ત્રી કરે તો તેમાં બટાટાને બદલે ટમાટા બાફ્યા છે એ ભૂત નજરે ચડે !’

‘જોયું ? – તમારી ઉપમા પણ રસોડામાંથી જ આવી !’

‘અને તમારી પણ ઑફિસમાંથી જ આવે છે નાં ? રસોડા અને ઑફિસને મુકાબલે પાછલી ક્રિયામાં વધારે ગુલામી છે.’

‘અને છતાં—તમારા મોટા વર્ગને હવે એ વાતનો મોહ થયો છે !’

‘એ તો તમને ગુલામીમાંથી છોડાવવા—જો કોઈ રીતે તમે તમારું મૂળ કામ–રસોડાનું હાથ ધરો તો !’

‘પુરુષો રસોડું કરશે તો સ્ત્રીઓ શું કરશે ?’

‘અત્યારે પુરુષો કરે છે તે, ખાઈને ઑફિસમાં જશે !’