લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પુરુષ અને સ્ત્રી
૪૧
 

કાગળ લખવા જવું એમાં ક્યાં ફેર છે તે સમજી શકાતું નથી. એવી સ્ત્રીઓ માટે એમની એ ઑફિસ જ ગણાય—ને જે ઋતુમાં જે ઠીક પડે તે કામ કરે છે. તમારે જેને સાધનની વિપુલતા છે તેમણે ખરી રીતે તો પુરુષ અને સ્ત્રીના પ્રશ્નોને નવા દૃષ્ટિબિંદુથી છેડવા ઘટે છે. નોકરી એ કોઈ નવું દૃષ્ટિબિંદુ નથી.’

⁠ચર્ચાનો રસ પ્રૉફેસરના ગંભીર વાક્યોને લીધે ઓસરી જતો જોઈ પ્રોફેસરને પશ્ચાત્તાપ થયો—આ આનંદમાં ભંગ કરવા માટે. આવી ચર્ચા આગળ ચલાવવાની પણ કળા છે. ને વિચાર કરી શકે તેવા માણસો આવી ચર્ચા આગળ ચલાવી શકતા નથી. તેમણે એક નવો સવાલ ઉઠાવ્યો:

⁠‘બુદ્ધિશાળી માબાપ હોય તો છોકરાં કેવાં થાય ?’

⁠‘કેમ, વળી બુદ્ધિશાળી. પણ તમારી વ્યાખ્યા, બુદ્ધિશાળી એટલે આળસુ, અમે એ ખોટી ગણીએ છીએ. આ પ્રશ્નમાં તમને નવું શું લાગે છે ?’

⁠‘આજે મેં એક સરસ વાત વાંચી. ઘણું કરીને ન્યુયોર્કમાં જ બન્યું છે, એક પુરુષ ઘણો જ બુદ્ધિશાળી હતો. વકીલ તરીકે એની સામે ઊભા રહેવાની કોઈની તાકાત ન મળે, જ્યાં પ્રતિપક્ષી વકીલે વિજય ચોક્કસ માન્યો હોય, ત્યાં ‘સાહેબ, મારે કાંઈ ઉમેરવાનું છે;’ એમ બોલી એ એવી સજ્જડ દલીલ કરતો કે હારને બદલે અણધારી જીત મળતી. એની સ્ત્રી પણ એવી બુદ્ધિશાળી હતી. હવે હીરો હીરાને કાપે એ નિયમ પ્રમાણે ધણીની દલીલોને માત્ર આ સ્ત્રી જ દલીલોથી મહાત કરી શકતી. એ સ્ત્રી પણ વકીલાત કરતી. એટલે ઘણી વખત ઘેર આનંદની વાતોચીતો કરતાં