‘શું છે ?’
‘ડૉક્ટરોએ કહ્યું કે બાળકને પુરુષત્વ અથવા સ્ત્રીત્વ એમાંથી એક ‘ત્વ'નો સમન્વય સધાય એવું ઑપરેશન કરવામાં આવે તો એનામાં શક્તિ છે તે સંપૂર્ણ વિકાસ પામે!’
‘Water tight Compartment !’ શિવલક્ષ્મી બોલ્યાં. ‘તમારે પુરુષોએ અગ્રણી રહેવું ને સ્ત્રીઓને આવી ખોટી ઉપજાવી કાઢેલી વાર્તાઓથી પછાત રાખવી છે, એ નહિ બને!’
એટલામાં નરભોજી આવ્યા. સાધારણ નિયમ પ્રમાણે આ ટેબલ તરત સાફ થવું જોઈએ, હજી તે થયું ન હતું. શિવલક્ષ્મી નરભોજી તરફ ફર્યાં :
‘નરભોજી ! તમે ક્યાં હતા ? જોતા નથી, માખો કેટલી છે ?’
‘હું તો, સાહેબ ! બૈરુ આવ્યું’તું તે જરાક મદદે ગ્યો’તો.’ નરભોજીએ જવાબ વાળ્યો.
‘શી એવી તમારી મદદની જરૂર પડી ગઈ’તી ?’
‘શા‘બ, અરધ ખડ મેં વાઢ્યું ને ભારી કરી રાખી છે!’
‘તો તમારે, ટી-ટેબલ પાસેથી દૂર ન ખસવું. એટલું કામ બૈરાથી થઈ શકતું નથી? તમારે આંહી કામ પડતું મૂકીને બૈરાને મદદ કરવા દોડવાનું નથી, સમજ્યા?’
શરમિંદો થઈને નરભોજી ચાના પ્યાલા ઉઠાવવા લાગ્યો.
‘ચાલો ! ત્યારે, આ અનંત ચર્ચાનો અંત ન હોઈ શકે!’ પ્રૉફેસર બોલ્યા. અને સૌને નમીને તે ગયા અને આજની ચર્ચાના વિજય કે પરાજયમાં કાંઈ મોટું કામ થઈ