લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૪
પુરુષ અને સ્ત્રી
 

ગયું હોય એમ ભારે હૈયે બીજા સૌ વિખરાવા લાગ્યા. બહાર નમતી સાંજના પડછાયા લાંબા થતા હતા. દૂરથી પાછી ફરવા માંડેલી ગાયો રસ્તા ઉપર ચાલી જતી હતી. કોઈ કોઈ ઠેકાણે કોયલ રહી રહીને બોલી રહી હતી.

⁠શિવલક્ષ્મી ચૂપ થઈ ગઈ હતી.

⁠શિવલક્ષ્મીને ખોટું લાગ્યું છે એમ ધારીને મંજુલાલે તેના ખભા ઉપર હાથ મૂક્યો: ‘તમે આટલું નરમ હૃદય ધરાવો છો?’

⁠શિવલક્ષ્મીએ પાછું ફરીને જોયું. તેની આંખમાં આંસુ હતાં.

⁠‘અરે! આ શું? આવી વાત હૃદયમાં લાવીને તમે રડો છો?’

⁠‘ના, પણ મને આ ટેવ પડી છે—મને આજે વધારે બીક લાગે છે!’

⁠‘શી?’

⁠‘કે પ્રોફેસરે કહ્યું તેમ આપણું બાળક તો એવું નહિ થાય નાં?’

⁠‘અરે ! જવા દો, જવા દો ! એ તો પ્રૉફેસર છે જ એવો અર્ધચક્રમ જેવો !’