લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪૬
વસ્ત્રત્યાગ
 

દિવસ ઊગ્યે છાશ કરવાના ધમકારથી ગાજતું; આઠ નવ બજે ‘કપિલા’ ને ‘કામદુગ્ધા’ ને ‘નંદીની’ દૂધની શેઠનો અવાજ કરતું; નવ વાગ્યે સુગંધી પદાર્થોથી છવાઈ રહેતું; ભક્તિરસથી છલકાઈ ગયેલું. એ વખતે પંડિત દિનમણીની દેવવાણી છૂટતી ને ઘડીભર સર્વત્ર આનંદ થઈ રહેતો.

દિનમણીના ખપ માટે અથવા આખા ગામમાં કોઈને કોઈ જગ્યાએ પહોંચાડવા માટે હમેશાં ભગવાન વણકર વેજું લઈ ઊભો જ હોય! ભગવાન બહુ ભલો હતો તે બિચારો મર્યો ત્યારે પંડિતજીને સંભાર્યા! દિનમણી તેને ત્યાં ગયો, ત્યારે આખું ગામ દિનમણીના પગમાં પડ્યું હતું. આજે ગમે તેમ પણ એનો રાજા પ્રજામાં ભળ્યો હતો. દિનમણીએ ભગવાનને વચન આપ્યું કે તારા જગુ અને મોતીને હું જરૂર પાળીશ; હું મરીશ તો રમાકાન્તને ભલામણ કરીશ! ભગવાન વણકર પછી સુખમાં મર્યો.

ગંગા જીવી ત્યાં સુધી નાનો જગુ હમેશાં હસતે ચહેરે કંઈક મીઠાશ મેળવતો: મોતી પંડિતનો શુદ્ધ રેખ જેવો મુક્તદે‘ શબ્દ સાંભળતી, ને પછી મોતીનું નામ પણ ‘મુક્તા’ પડ્યું. ભગવાન વણકર ગયા પછી મોતી, તેની મા અને નાનો જગુ હજી ‘દરબાર’ સાહેબનું કામ કરતાં! સહુ આનંદ કરતાં ને સંતોષથી રોટલો પામતાં. એ આખું ગામ સુખી હતું. મોતીની જ વણાટ ખુદ દિનમણી પહેરતો. ને મોતી સિવાય વણાટમાં એટલી સ્વચ્છ સુંદરતા આવે પણ નહીં!

પણ હવે દિનમણી ગયો, ગંગા ગઈ, ને આજે એ દરબારમાં રમાકાન્ત ને સીતા રહે છે. રમાકાન્તે પિતા