લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વસ્ત્રત્યાગ
૪૭
 

છતાં પરદેશી વિલાસમાં જરાક ધ્યાન આપ્યું હતું જ પણ પછી તો એણે બીજી દિશા જ સાંધી. ફળીમાંથી બધી જૂની સમૃદ્ધિ નાશ પામી હતી ને નવી ઉપાધિ આવી હતી.

કપિલા ને કામદુગ્ધાને બદલે ‘બુલડૉગ’ નો ધુરધુરિયો અવાજ આવતો હતો ! બધી જૂની બેવકૂફાઈને તિલાંજલિ આપી રમાકાન્તે ગામના ખરેખરા રાજા થવું હતું! સીતાનો મધુર પિયાનો સાંભળતો રમાકાન્ત આજે ત્યાં ઊભો છે. એની કાળી નેકટાઈ ડોકમાંથી વારંવાર ખસી પડે છે, એ ‘પીન’ની ઉપાધિમાં છે! બહાર મોતી ને નાનો જગુ દયામણે ચહેરે તેની રાહ જુએ છે.

’બાપુ! એ ભીમા! બાપુ છે?’ મોતીનો જરાક જાડો અને તેથી બમણો દયામણો સ્વર આવ્યો.

રમાકાન્તના ઓરડામાં ટોકરી વાગી.

’સાહેબ!’ કહી ભીમો તરત જ હાજર થયો.

’કોણ રાડ પાડે છે?’

’સાહેબ, મુક્તા છે.’ ભીમાએ કહ્યું.

’મુક્તા કોણ?’

’સાહેબ, ડોશીની નાની દીકરી.’

’કોણ ડોશી?’

’પાણકોરું વણવાવાળી.’

’ત્યારે મોતી કહે ને, મુક્તા શું? બધે જ બેવકૂફાઈ આવી ગઈ છે. મોતી કહેતાં શું થાય છે ? કોઈ પણ માણસને મળવું હોય તો ચારથી પાંચની વચ્ચે આવે.’ ભીમો સલામ કરી ચાલ્યો ગયો.

રમાકાન્તને ગામમાં ફરવા જવું હતું. ઘોડાગાડી