લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૫૯
કન્યા ઈંદિરા
 

‘આ પીંછી તો આપની છે ! મારો કાંઈ દોષ થયો હોય,’

‘—ના ના, દોષ શું ? ભૂલ તો હરકોઈની થાય. પ...ણ... ’

‘આપે જે પ્રેમ બતાવ્યો, મને દોર્યો, હું કાંઇક સિદ્ધિને વર્યો, અને કલાની પણ જે કલા છે, એને હું ત્યાગું... ’

લલિતમોહન શું બોલે છે એ કાંઇ કૃષ્ણકાન્ત સમજતો હોય તેમ લાગ્યું નહિ.

'પણ આટલી નાની વયમાં જેની આવી પીંછી હતી... ’

‘હતી ? એટલે ? આ દોરનાર કોણ ? તમે નહિ ?’

‘ના, આ તો ઇંદિરાની કલમ છે!’

‘હેં!’

‘હું એમ વિચારું છું, તું આવ્યો ત્યારે જોતાં જોતાં એ વિચારી રહ્યો હતો કે કલાનાથે શા માટે આ સાધના અધૂરી રખાવી હશે ! ’

‘આ ઇંદિરા બે’ને કરેલ છે એમ તમે કહ્યું?’

‘હા, લલિત! પંદર વર્ષની ઉમ્મરે જેની પાસે આવી સિદ્ધિ હતી, એને જો જીવન મળ્યું હોત તો–’

‘જીવન મળ્યું હત તો?’

‘એટલે? ઇંદિરા બહેન ક્યાં છે? ’ લલિતમોહન વચ્ચે જ બોલી ઊઠ્યો.

‘તને ખબર નથી?’ પ્રોફેસર કૃષ્ણકાંતની આંખ જરાક ભીની થવા લાગી: ‘આ લાંબી રજા દરમ્યાન ઇંદિરા તો બિચારી મૃત્યુ પામી. અમે રજા ગાળવા ગયા ત્યાં જ દેહ પડી ગઈ!’

લલિતમોહન સફાળો બેઠો થઈ ગયો.

તે જોશમાં ને જોશમાં કૃષ્ણકાંત તરફ ફર્યો: એક