લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કન્યા ઈંદિરા
૬૧
 

‘હું ઇંદિરાને—બેનને હમણાં જ મળ્યો. બે ક્ષણ પહેલાં?’

‘ક્યાં?’

‘મારે ત્યાં એ આવ્યાં હતાં—ને મારી પહેલાં આંહીં દોડતાં આવ્યાં... ’

‘અરે ! પણ ગાંડાભાઈ ! ઇંદિરા તો આ રજામાં મૃત્યુ પામી છે એ વાત સાચી છે: ઈંદિરા નથી, ધેલા ચિત્રકાર ! ઈંદિરા નથી એ ચોક્કસ. પછી તું એને ક્યાંથી જોતો’તો?’

કૃષ્ણકાંતને હવે તો એમ ને એમ આશ્ચર્યમાં રાખીને લલિતમોહન એકદમ દોડી ગયો, એની ઓરડીમાં સંતાઈ ગયેલી ઈંદિરાને શોધવા. પણ એની આખી ઓરડી ખાલી હતી. માત્ર એને પહેલી વખત લાગ્યું કે હરેક ઠેકાણે ઇંદિરાનો ભાવ જાણે કે ભર્યો છે ! ફૂલ વિના જેમ ફૂલની સુગંધ પ્રસરી રહે, તેમ દૂર દૂર રહેલી ઇંદિરાના અનેક ભાવ જાણે મૂર્તિમાન બનીને આંહીં પ્રસરી રહ્યા હતા.

ચિત્રકારે બૂમ મારી: ‘ઇંદિરા બહેન!’ એની નજરે જાણે ઈંદિરા બારણાં પાછળથી પોતાની એ શ્યામ કીકીઓથી તાકી રહી છે એમ લાગ્યું. તે બારણા પાસે ગયો ને બારણા પાછળ જોયું. એટલામાં તેના ખભા ઉપર કોઈનો હાથ અડ્યો. તે કૂદી પડ્યો:

‘ઇંદિરાબેન!’

પણ કૃષ્ણકાંત તેનો ખભા હલાવી રહ્યો હતો. ‘બેટા! લલિતમોહન ! ઇંદિરા નથી એ એક ભયંકર સત્ય છે ! ’

પણ પોતાના ચિત્ર ઉપર તાજો રંગ ચળકાટ મારી રહ્યો હતો. લલિતમોહન ગાંડાની પેઠે કૂદ્યો: ‘પણ આ શું છે ? આ એ રહી ! જુઓ તો ! આ તાજો રંગ ! ઈંદિરા બેને