લખાણ પર જાઓ

પૃષ્ઠ:Akashdeep by Dhumketu.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વજુભાઈ : એક રેખાંકન
૬૫
 

તે ‘આનાઝ’ સાંભળીને તો ગભરાઈ ગયો !

⁠‘ભાઈસાબ ! આ તમે બધા મોટા માણસ—આવા ભણેલા થઈને અમારા ગરીબ માણસનું ખોટું કરશો?’ અને ત્રણ જણા ભણેલા પાસે ઊભા હતા તે ‘charge of dishonesty’ કહીને ખડખડ હસવા લાગ્યા ! એક ભાઈ વળી હમણાં જ ‘સેકન્ડ એલ. એલ. બી.’ પાસ કરી આવેલા, તે બોલ્યા કે આટલા ઉપરથી ‘ડેફેમેશન’ માંડી શકાય.’ અને પછી તેમણે ‘ડેફેમેશન’ પર ભાષ્ય શરૂ કર્યું. ઘોડાના ડાબલા જેવા ‘વીલ્સન ગૉગલ્સ’ ચડાવીને તે એવું અંગ્રેજી ફેંકવા લાગ્યા કે ઘીનો હિસાબ તો જાણે મોગલ જમાનાની વાત જેટલો જૂનો બની ગયો ! પણ એટલામાં વજુભાઈ પોતાની ઘીની તપેલી મૂકીને પૈસા લઈને આવ્યા. પેલો પટેલ તેના તરફ વળ્યો : ‘ભાઈસાબ ! હું આ બીજા કોઈને ઓળખતો નથી, હું તો તમને ઓળખું છું ! બધોય હિસાબ મને ભેગો આપો !’

⁠‘ભેગો, ભેગો, ભલા માણસ ! તારું તે આવા ‘બારિસ્ટર’ ખોટું નહિ કરે ?’ એમ કહીને બધા પૈસા ભેગા કરીને પટેલને બરાબર હિસાબ સમજાવી દીધો, ને પછી પાછો માણસ દીઠ સમજાવ્યો :

⁠‘જો–’ વજુભાઈ એ મારા માથા ઉપર હાથ મૂક્યો, ‘જાણે કે આ ડૉક્ટર સાહેબના સત્તાવીશ આના-બે રૂપિયામાં પાંચ આના ઓછા!’

⁠‘હા ! હા ! એક ઈ ભાઈના હિસાબમાં સોખવટ નો’તી.’ પટેલ પણ એક ઘડીમાં જાણે બધું સમજી ગયો. પણ વજુભાઈ એ તો ‘આ વકીલ સાહેબના, આ શેઠ