તરફડાટ કરે છે!'
કનૈયાલાલ માસ્તરનું મુખ જરાક મલકાયું. એમને પણ લાગ્યું કે ના, મારી કિંમતની ખબર વજુભાઈ ને તો બરાબર છે !
‘ અરે ! તમે પણ વજુભાઈ ! આવી રીતે બનાવવાનું—’
‘ બનાવું છું ? અરે ! એમ હોય સા’બ ? તમે પણ શહેરમાં એક હીરારૂપે છો ! એનાં મૂલ્ય તો આંકતું હોય તે આંકે ! ’
પ્રસન્ન થયેલા કનૈયાલાલ માસ્તર ત્યાંથી ચાલ્યા ત્યારે વજુભાઈ પ્રત્યેનું એમનું માન વધી ગયું હતું! કનૈયાલાલ માસ્તરે થોડે દૂર જઈ તે કાગળ કાઢ્યો ત્યારે વજુભાઈ પાછળથી હસ્યા અને હસ્યા પણ એવું કે કનૈયાલાલ માસ્તરે પાછું વાળીને જોયું.
‘ હું તમારી મહેનત બચાવું,’ વજુભાઈ બોલ્યા: ‘ નહિતર વળી તમે અરધા શેર ઓછી લઈને જ ઘેર જશો, ને અમારાં ભાભી પાછો ઠપકો અમને આપશે.’
વજુભાઈ શું બોલે છે તે તરત તો કનૈયાલાલ માસ્તર સમજી પણ શક્યા નહિ. પણ જ્યારે વજુભાઈ એ કહ્યું કે આઠ રૂપિયે મણ, માટે તમે આઠ શેર કાથી લેશો તો દોઢ રૂપિયા ને દોઢ આનો પડશે, ત્યારે એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ, કારણ કે તેમણે કાગળમાં, આઠ આનાને ત્રણે ગુણી સાડાસાત શેરનું શું થશે તે કાઢ્યું હતું, તે બાકી અચ્છેરનું કરવા, આઠ આનાને પાંચે ભાગવાની તૈયારી જ કરતા હતા, ત્યાં વજુભાઈ એ બરાબર એ વર્ત્યું હોય તેમ હિસાબ