કરી દીધો ! કનૈયાલાલને વિચાર પણ આવેલો કે આઠ શેરને બદલે સાડાસાત શેર જ લેવી એટલે દોઠ રૂપિયો રોકડો થાય !
કનૈયાલાલે થોડે દૂર જઈને હિસાબ પાછો ભાગાકારની રીતે કરી જોયો હતો ને ‘રફલી’ એક પાઈ માથે થાય એ શોધી કાઢ્યું હતું ! પણ ત્યાર પછી ઘણી વખત કનૈયાલાલને એમ કહેતા સાંભળ્યા હતા, કે વજુભાઈનો માનસશાસ્ત્રનો અભ્યાસ ઘણો સંગીન છે ! વજુભાઈએ એ વાત એક દિવસ અમને કહીને ખૂબ ગમ્મત આપી હતી. પાછું બન્યું એવું કે બજારમાં જતાં કાથી નીકળી સાડા-સાત રૂપિયે મણ—પછી તો કનૈયાલાલ સાડા સાત શેર લઈને જ આવ્યા ! અને અડધો શેર ઓછો લાવવા માટે તેમનાં પત્નીએ કહ્યું ત્યારે સમજાવ્યું કે એ તો વજુભાઈ એ કીધું છે કે સાડા સાત શેર ઘણી થશે ! એ શેરીમાં પણ, આવી આવી બાબતમાં વજુભાઈ તો પ્રમાણરૂપ મનાતા, એટલે એમનું નામ સાંભળીને તેમનાં પત્ની ચૂપ જ રહ્યાં. પણ બીજે દિવસે અચ્છેર કાથીનો ખપ પડ્યો, ત્યારે કનૈયાલાલ માસ્તરે, એક ‘એર્ક્સાઈઝ’નું પાનું કાઢી તેમાં હિસાબ ગણી કાઢ્યો. તે પછી અચ્છેર બીજી લાવ્યા ! કનૈયાલાલનાં પત્નીએ, એક વખત વજુભાઈ ને આવી ખોટી કરકસર શિખવવા માટે ઠપકો આપ્યો ત્યારે જાતું આ બધું પોકળ પકડાયું !
આજે સવારમાં જ ભાઈશ્રી શું કામ પધાર્યા છે, તે કળવું મુશ્કેલ હતું. કારણ કે વજુભાઈ સવારે તો ભાગ્યે જ નવરા હોય. રાત્રે જે કાંઈ તોફાન થયાં હોય, કોઈને બદમાશનો ડર લાગ્યો હોય, તો કોઈને પોતાના બારણાની સાંકળ